Site icon hindi.revoi.in

ખુશખબર! આગામી મહિને કોરોનાની રસીના 10 કરોડ ડોઝ આવી શકે છે

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે સૌ કોઇ કોરોના વેક્સીનની રાહ જોઇ રહ્યા છે ત્યારે દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીએ સારા સમાચાર આપ્યા છે. આવતા મહિને કોરોના વેક્સીનના 10 કરોડ ડોઝ તૈયાર થઇ જવાનો દાવો થઇ રહ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, દેશમાં આવતા મહિના સુધીમાં કોરોનાની રસીના 10 કરોડ ડોઝ મળી શકે છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના CEO આદર પૂનાવાલાએ આ દાવો કર્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑક્સફોર્ડ યુનિવર્સિટી સાથે સંયુક્તપણે રસી બનાવી રહી છે. આ ડોઝ દવા કંપની એટ્રાજેનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને બનાવી રહી છે.

પુનાવાલાએ વધુમાં ઉમેર્યું હતું કે રસીની શરૂઆતનું ઉત્પાદન ભારત માટે કરવામાં આવશે અને તેના વિતરણની સુવિધાઓ અને વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે. આગામી વર્ષની શરૂઆતમાં રસીને મંજૂરી મળ્યા બાદ અન્ય દક્ષિણ એશિયાઇ દેશોમાં તેના ડોઝ મોકલવામાં આવશે.

નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેક્સીનના 100 કરોડ ડોઝ બનાવશે. જેમાં 50 કરોડ ભારત માટે અને 50 કરોડ અન્ય દક્ષિણ એશિયન દેશો માટે હશે.

(સંકેત)

Exit mobile version