Site icon Revoi.in

લોકડાઉન દરમિયાન 1 કરોડથી વધુ શ્રમિકોએ વતનની વાટ પકડી: કેન્દ્ર

Social Share

દેશમાં માર્ચ મહિનાથી ચાલુ થયેલા કોરોના સંક્રમણને કારણે દેશવ્યાપી લોકડાઉન લાગુ થયેલું જેને કારણે માર્ચથી જૂન 2020ના સમયગાળામાં પરપ્રાંતિય મજૂરોએ વતનની વાટ પકડી હતી. કેન્દ્ર સરકારે આ મામલે જવાબ આપતા જણાવ્યું હતું કે અંદાજે 1 કરોડથી વધુ મજૂરો પગપાળા વતન પરત ફર્યા હતા.

રોડ અને હાઇવેના રાજ્યકક્ષાના મંત્રી વી કે સિંહે લેખિતમાં જણાવ્યું કે, કોવિડ 19ની મહામારીને પગલે મોટા પાયે પરપ્રાંતિય મજૂરોએ વતન તરફ પ્રયાણ કર્યું હતું અને મજૂરી માટે તેઓ જે રાજ્યમાં હતા ત્યાંથી પોતાના વતનમાં પરત ફર્યા હતા.

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા આંકડા મુજબ 1.06 કરોડથી વધુ મજૂરો લોકડાઉન દરમિયાન પગપાળા વતન પરત ફર્યા હોવાનું મંત્રીએ તેમના જવાબમાં જણાવ્યું હતું. કામચલાઉ માહિતી મુજબ રાષ્ટ્રીય માર્ગો સહિતના રસ્તાઓ પર ચાર મહિનામાં કુલ 81,385 અકસ્માતના બનાવો બન્યા હતા જેમાં 29,415 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જો કે મંત્રાલયે માર્ગ અક્સમાતમાં મૃત્યુ પામનાર પરપ્રાંતિય મજૂરો માટે અલગથી આંકડા તૈયાર નથી કર્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયે સમયાંતરે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેસોને મજૂરોને રહેવા, જમવા, પાણી તેમજ આરોગ્ય સુવિધા પુરી પાડવા માટે એડવાઈઝરી જાહેર કરી હતી. આ ઉપરાંત મજૂરોનું યોગ્ય કાઉન્સેલિંગ કરવા પણ આદેશ કરાયો હતો. મંત્રાલયે પગપાળા વતન જઈ રહેલા મજૂરોને રસ્તામાં ભોજન, પાણી,  આવશ્યક દવાઓ, ચપ્પલ વગેરેની સેવા પુરી પાડવાનો પ્રયાસ કર્યો હતો તેમ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

(સંકેત)