Site icon Revoi.in

કોરોનાની રસી માર્કેટમાં આવે છત્તાં દેશમાં સંપૂર્ણ રસીકરણ થતાં 2 વર્ષનો સમય લાગશે

Social Share

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે અને હાલમાં ભારતમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોનાની વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલની તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં રસી વિકસાવવા પર કામ ચાલી રહ્યું છે. જો કે જો ભારતમાં રસી શોધાય પણ જાય તો દેશની 60-70 ટકા વસતીના રસીકરણમાં ઓછામાં ઓછો 2 વર્ષનો સમય લાગી શકે છે. દેશના ચિકિત્સા નિષ્ણાતોએ આ સૂર વ્યક્ત કર્યો હતો.

જો નિયત પ્રોટોકોલ્સ મુજબ કામ ચાલે તો હર્ડ ઇમ્યુનિટી માટે 60-70 ટકા વસતીમાં રસીકરણ કરવું આવશ્યક છે. સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની રસી બજારમાં ઉપલબ્ધ થશે તો પણ ભારતની 60-70 ટકા વસતીના રસીકરણમાં દોઢથી બે વર્ષ લાગી શકે છે. તેવું મેક્સ હેલ્થકેરના ડોક્ટર સંદીપ બુદ્વિરાજાએ કહ્યું હતું.

તેથી આનો ઉપાય એ જ છે કે લોકોએ ટીબીની જેમ કોરોના વાયરસની સાથે રહેતા અને જીવતા શીખવું પડશે. ભારતમાં વસતી વધુ હોવાથી પ્રત્યેક વ્યક્તિને રસી આપવાનું કામ પહેલાથી જ ખૂબ પડકારજનક રહ્યું છે.

બીજી તરફ કોરોના વાયરસના વ્યવહારમાં પણ ડિસેમ્બર 2019 થી જૂન 2020 સુધીમાં ફેરફાર જોવા મળ્યો છે જેને કારણે કોરોના વાયરસની એક જ રસી દરેક વ્યક્તિને લાગુ પડે અને તેની સારવાર થઇ જાય તે અંગે અનેક મતમતાંતર જોવા મળી રહ્યા છે. આપણા લોકોમાં ઇમ્યુનિટી પણ અલગ હોવાથી એક જ રસી દરેક શરીરમાં અસરકારક રહે તે જરૂરી નથી.

(સંકેત)