Site icon hindi.revoi.in

NEET-JEE પરીક્ષાના આયોજનને સુપ્રીમની લીલી ઝંડી

Social Share

NEET અને JEEના પરીક્ષાર્થીઓ માટે અગત્યના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે NEET અને JEEની પરીક્ષાઓના આયોજનની વિરુદ્વ દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે જ પરીક્ષાના આયોજનને પણ લીલી ઝંડી આપવામાં આવી છે. ન્યાયાધીશ અરુણ મિશ્રાની ખંડપીઠે મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET તેમજ એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE Mainsને સ્થગિત કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

આપને જણાવી દઇએ કે પરીક્ષાના આયોજનના વિરોધમાં 11 રાજ્યોના વિદ્યાર્થીઓએ JEE Mains તેમજ NEETની પરીક્ષાનું આયોજન સ્થગિત કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દેશમાં કોરોના સંકટ વચ્ચે પરીક્ષાનું આયોજન ના કરવામાં આવે. હાલમાં નિર્ધારિત તારીખો દરમિયાન આ પરીક્ષાનું આયોજન ના કરાય તેવી સુપ્રીમ કોર્ટને અપીલ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે આ વખતે મેડિકલ તેમજ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આવશ્યક NEET અને JEE Mains માટે કુલ 20 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે.

(સંકેત)

 

 

Exit mobile version