Site icon hindi.revoi.in

જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ બનાવ્યું ઇલેક્ટ્રોનિક માસ્ક, આ છે તેની ખાસિયત

Social Share

કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું અનિવાર્ય છે ત્યારે આજે માર્કેટમાં વિવિધ પ્રકારના માસ્ક ઉપલબ્ધ છે જેમાં એન-95 માસ્ક, ત્રિપલ લેયર માસ્ક, કોટન માસ્ક, પેઇન્ટેડ માસ્ક સહિતના માસ્કનો સમાવેશ થાય છે. આ વચ્ચે હવે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોનિક માસ્ક તૈયાર કર્યું છે. જે વ્યક્તિએ આ માસ્ક પહેર્યું હશે તેની નજીકમાં રહેલા વાયરસને આ માસ્ક નષ્ટ કરી શકે છે.

પ્રાપ્ત અહેવાાલો અનુસાર જાદવપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આ માસ્કની ડિઝાઇન તૈયાર કરી લીધી છે અને તેનું ઉત્પાદન પણ તૈયારીના તબક્કામાં છે. જો કે આ માસ્કને સરકાર તરફથી જરૂરી મંજૂરી મળે ત્યારબાદ તેનું ઉત્પાદન હાથ ધરવામાં આવશે તેવું યુનિ.ના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

આ છે તેની ખાસિયત

આ ઇલેક્ટ્રોનિક માસ્ક કોઇપણ વ્યક્તિ પહેરશે તેની નજીકમાં જો વાયરસ જણાશે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ તેનો નાશ કરી દેશે. સાર્સ કોવ-2નો પણ નાશ આ માસ્ક કરી શકશે. જેથી આ માસ્ક પહેરવું સુરક્ષિત રહેશે અને તેનાથી કોવિડ 19ના સંક્રમણથી પણ બચી શકાશે.

માસ્ક છે સેલ્ફ ચાર્જેબલ

આ માસ્ક સેલ્ફ ચાર્જેબલ છે. આ ઇલેક્ટ્રોનિક માસ્ક હાલના થ્રી લેયર માસ્ક કરતાં પણ વધુ અસરકારક સાબિત થશે. આ માસ્કની ડિઝાઇન તૈયાર છે પરંતુ ICMR સહિતની સંસ્થઆની મંજૂરી માટે પ્રોટોટાઇપ તૈયાર કરવું પડે તેમ છે. જરૂરી નિયમન મંજૂરીઓ બાદ તેનું ઉત્પાદન શરૂ કરવા માટે મેડિકલ ઉપકરણના ઉત્પાદકોનો સંપર્ક કરવામાં આવશે.

મહત્વનું છે કે, એક વખત નિયમન મંજૂરી મળે ત્યારબાદ માસ્કની કિંમત તેમજ અન્ય બાબતો નક્કી થઈ શકશે તેમ તેમણે જણાવ્યું હતું.

(સંકેત)

 

Exit mobile version