Site icon hindi.revoi.in

હવે ગુણવત્તાની ચકાસણી બાદ જ રમકડાંની આયાતને મંજૂરી અપાશે

Social Share

કેન્દ્ર સરકારે હવે આયાતી રમકડાંને લઇને પણ કેટલાક નિયમો જાહેર કર્યા છે. આ અંગે જાણકારી આપતા ગ્રાહક બાબતોના મંત્રી રામ વિલાસ પાસવાને જણાવ્યું હતું કે રમકડાંને ભારતમાં કેટલીક શરતોને આધીન પ્રવેશ આપવામાં આવશે. પહેલી સપ્ટેમ્બરથી ગુણવત્તાના કેટલાક ધોરણોનું પાલન કરવાનું રહેશે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સરકાર સ્ટીલ, રસાયણ, ફાર્માસ્યુટિકલ્સ અને ઇલેક્ટ્રિસિટી મશીનરથી લઇને ફર્નિચર સુધી 371 ચીજવસ્તુઓ માટે ગુણવત્તાના ધોરણો ફરજીયાત બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ચીન સહિત અનેક દેશોમાંથી હલકી ગુણવત્તાના તેમજ બિનજરૂરી ચીજોની આયાત ન થાય તે માટે આ પગલું લેવામાં આવશે.

ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું કે પહેલી સપ્ટેમ્બરથી રમકડાં માટે ફરજીયાત ગુણવત્તા અંકુશ ધોરણ અમલી બનશે. BISના સ્ટાફને ગુણવત્તાની ચકાસણી અને સેમ્પલ લેવા માટે મહત્વના બંદરો પર તૈનાત કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (બીઆઇએસ) એ સંબંધિત મંત્રાલયો સાથેના સંકલનમાં ગુણવત્તાના ધોરણો તૈયાર કરતી સરકારની મધ્યસ્થ સંસ્થા છે.

(સંકેત)

 

Exit mobile version