Site icon Revoi.in

ICMRને મળી સફળતા, કોવિડ-19ના ઇલાજ માટે વિકસિત કરી શુદ્વ એંટીસેરા, જાણો શું હોય છે એંટીસેરા

Social Share

નવી દિલ્હી:  કોવિડ-19ની ઇલાજની દિશામાં ICMRને વધુ એક સફળતા હાંસલ થઇ છે. ICMR દ્વારા શુદ્વ એંટીસેરા વિકસિત કરવામાં આવી છે. આ અંગે ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું કે અમે હોર્સ સેરા વિકસિત કર્યું છે અને અમને તેના ક્લીનિકલ પરીક્ષણ અંગે મંજૂરી મળી ચૂકી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ICMRએ હૈદરાબાદ સ્થિત એક બાયો ફાર્માસ્યુટિકલ કંપની સાથે સંયુક્તપણે અત્યંત શુદ્વ એંટીસેરા વિકસિત કરી છે જેનાથી કોવિડ-19નો સંભવિત ઇલાજ થઇ શકે છે. આ અત્યંત શુદ્વ એંટીસેરાને ઘોડાઓમાં અસક્રિય સાર્સ-સીઓવી 2નું ઇંજેક્શન આપીને બનાવવામાં આવી છે.

ICMRએ અગાઉ ગુરુવારે કહ્યું હતું કે ICMR અને બાયોલૉજીકલ ઇ લિમિટેડ, હૈદરાબાદે કોવિડ-19ની રસી અને સારવાર માટે અત્યંત શુદ્વ એંટીસેરા વિકસિત કરી છે.

શું હોય છે એંટીસેરા

એંટીસેરા વિશે વાત કરીએ તો તે એક પ્રકારનું બ્લડ સીરમ છે જેમાં કોઇ વિશેષ વિષાણુથી લડવાની ક્ષમતા રાખનારી એંટીબોડીની માત્રા વધારે હોય છે. કોઇપણ પ્રકારના વિશેષ સંક્રમણથી લડવા માટે રોગપ્રતિકારક શક્તિ આવશ્યક છે ત્યારે રોગપ્રતિકારક શક્તિને તત્કાલ વધારવા માટે વ્યક્તિને ઇંજેકશનથી તે આપવામાં આવે છે.

(સંકેત)