
મની લોન્ડરિંગ કેસમાં રતુલ પુરીની મુશ્કેલી વધી, EDએ આરોપપત્ર દાખલ કર્યું
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મધ્યપ્રદેશન મુખ્યમંત્રી કમલનાથના ભત્રીજા રતુલ પુરી વિરુદ્વ કથિત અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર ઘોટાળાથી જોડાયેલા મની લોન્ડરિંગના એક મામલામાં દિલ્હીની એક અદાલતમાં એક પૂરક આરોપપત્ર દાખલ કર્યું છે. વિશેષ ન્યાયાધીશ અરવિંદ કુમાર સમક્ષ આ આરોપપત્ર દાખલ કરાયું હતું. તપાસ એજન્સીએ 4 ઑક્ટોબરના રોજ પુરીની ધરપકડ કરી હતી અને હાલમા તે ન્યાયિક કસ્ટડીમાં છે.
ઇટલી સ્થિત ફિનમેકેનિકાની બ્રિટન નિયંત્રિત કંપની અગસ્તા વેસ્ટલેન્ડથી 12 VVIP હેલિકૉપ્ટર ખરીદવામાં કથિત અનિયમિતતાઓ બાદ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરાયો હતો. પુરીની કથિતપણે બેંક ઘોટાળા માટે PMLA એક્ટ હેઠળ અન્ય એક મામલામાં પણ ધરપકડ કરાઇ હતી.
PMLAનો તાજેતરનો મામલો 17 ઓગસ્ટના રોજ દાખલ કરાયેલા CBIની FIRથી સામે આવ્યો છે. જેમાં સેન્ટ્રલ બેંક ઑફ ઇન્ડિયા દ્વારા 354 કરોડ રૂપિયાના બેંક છેતરપિંડી મામલામાં રતુલ પુરી, તેમના પિતા દીપક પુરી, માતા નીતા અને અન્ય પર કેસ દાખલ કરાયો હતો.