Site icon Revoi.in

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુ લથડી, ફેફસામાં ઇન્ફેક્શન

Social Share

 

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત વધુને વધુ લથડી રહી છે. હૉસ્પિટલ તરફથી જાહેર કરવામાં નિવેદન અનુસાર પ્રણવ મુખર્જીના ફેંફસામાં ઇન્ફેક્શન થવાના સંકેત જોવા મળી રહ્યા છે. તેમની સારવાર સતત વેન્ટિલેટરની મદદ સાથે થઇ રહી છે. ડૉક્ટરોનો ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે.

આપને જણાવી દઇએ કે 84 વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મગજમાં લોહીના જથ્થાને કાઢવા માટે તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ તેઓ કોમામાં છે. ઓપરેશન પહેલા તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા તે વાતની પણ પુષ્ટિ થઇ હતી.

આ પહેલા મંગળવારે પણ હોસ્પિટલે તેમની તબિયત વિશે માહિતી આપી હતી. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું તેઓ હજુ પણ વેન્ટિલેટર પર છે અને તેમના મુખ્ય અંગોની સ્થિતિ સ્થિર છે.

(સંકેત)