Site icon Revoi.in

ભારત-ચીન વચ્ચેની અનેક મંત્રણાઓ નિષ્ફળ, LAC પર બંને દેશોના સૈનિકો વચ્ચે ફરી અથડામણ

Social Share

ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ બંને દેશો વચ્ચે કમાન્ડર સ્તરની અનેકવાર મંત્રણાઓ થઇ ચૂકી છે જો કે દરેક મંત્રણાઓ નિષ્ફળ સાબિત થઇ છે. હવે ફરીથી 29-30 ઑગસ્ટની રાત્રે ભારત-ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ સર્જાઇ હતી.

સરકાર દ્વારા પ્રાપ્ત અહેવાલ અનુસાર, ચીનના સૈનિકોએ પેંગોંગ લેકની પાસે ઘૂષણખોરીનો પ્રયાસ કર્યો હતો જેનો ભારતીય સેનાએ વિરોધ કર્યો હતો. ભારતે આ વિસ્તારમાં વધુ સૈનિકો તૈનાત કર્યા છે.

સરકારે એક નિવેદન જાહેર કર્યું હતું. નિવેદન મુજબ 29-30 ઓગસ્ટની રાત્રે, ચીનના સૈનિકોએ પૂર્વ સહમિતનું ઉલ્લંઘન કર્યું હતું. ચીનની સેનાએ બોર્ડર પર યથાસ્થિતિ બદલવાનો વધુ એક પ્રયાસ કર્યો. પેંગોંગ લેકના દક્ષિણી કિનારા પર ચીનની સેના હથિયારો સાથે આગળ વધી હતી જો કે ભારતીય સેનાએ ચીનના સૈનિકોના આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો.

નોંધનીય છે કે, સેનાના પીઆરઓ કર્નલ અમન આનંદે જણાવ્યું હતું કે, ભારતીય સેના વાતચીત દ્વારા શાંતિ સ્થાપિત કરવા ઇચ્છે છે પરંતુ પોતાના દેશની રક્ષા માટે પણ તેઓ તેટલા જ કટિબદ્વ છે. આ હિંસક અથડામણ બાદ ફરીથી બંને દેશો વચ્ચે મંત્રણા થાય તેવી સંભાવના છે.

(સંકેત)