Site icon Revoi.in

67માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત: સુશાંત સિંહ રાજપૂતની ‘છીછોરે’ને બેસ્ટ ફિલ્મનો રાષ્ટ્રીય એવોર્ડ

Social Share

આજે 67માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે બેસ્ટ હિન્દી ફિલ્મનો પુરસ્કાર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છીછોરેને મળ્યો છે. તો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કંગના રનૌતને મળ્યો છે. જ્યારે મનોજ બાજપેયીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

67માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું લિસ્ટ

બેસ્ટ ફિચર ફિલ્મઃ Marakkar Arabikkadalinte Simham (Malyalam)

બેસ્ટ અભિનેત્રીઃ મણિકર્ણિકા અને પંગા માટે કંગના રનૌત

બેસ્ટ હિન્દી ફ્લ્મઃ છિછોરે

બેસ્ટ મેલ પ્લેબેક સિંગર- કેસરી- તેરી મિટ્ટી- B Praak

બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ) પલ્લવી જોશી

બેસ્ટ અભિનેતાઃ મનોજ બાજપેયી

 

બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃ સોહિની ચટોપાધ્યાય

બેસ્ટ બુક ઇન સિનેમા- ‘The Man who Watches Cinema’  (અશોક રહાડે)

મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ સિક્કિમ

બેસ્ટ ઇન્વેસ્ટિગેશન ફિલ્મઃ  ‘Jakkal (Marathi)’

બેસ્ટ ઇનિમેશન ફિલ્મઃ રાધા

બેસ્ટ હરિયાવણી ફિલ્મ- છોરી છોરો સે કમ નહીં

બેસ્ટ પંજાબી ફિલ્મ રબ દા રેડિયો 2

બેસ્ટ મરાઠી ફિલ્મ- ‘BARDO’

નોંધનીય છે કે, આજે 2019માં બનેલી ફિલ્મો માટે જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત પાછલા વર્ષે 3 મે 2020ના થવાની હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેને ટાળી દેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ માટે ઓનલાઇન એન્ટ્રી થઈ હતી. એન્ટ્રીની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2020 હતી.

(સંકેત)