Site icon hindi.revoi.in

અવકાશ ક્ષેત્રે ભારતને વધુ એક સફળતા, ભારતીય સેટેલાઇટ એસ્ટ્રોસેટે કરી આ દુર્લભ શોધ

Social Share

ભારતે અવકાશ ક્ષેત્રમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. પ્રથમ ભારતીય મલ્ટી વેવલેન્થ સેટેલાઇટ એસ્ટ્રોસેટે અંતરિક્ષમાં એક દુર્લભ શોધ કરી છે. તેણે સુંદર આકાશગંગાથી નીકળનારા અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કરી છે. આ આકાશગંગા ધરતીથી 9.3 અરબ પ્રકાશ વર્ષ દૂર છે. આપને જણાવી દઇએ કે પૂણે સ્થિત ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફૉર એસ્ટ્રોનૉમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ (IUCAA) ના નેતૃત્વમાં વૈશ્વિક ટીમે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

એસ્ટ્રોસેટે એયુડીએફએસ-01 નામક આકાશગંગાથી નીકળનારા તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોધ કરી છે, તે પૃથ્વીથી 9.3 અરબ પ્રકાશ વર્ષ દૂર છે. ભારતના પહેલા મલ્ટી વેવલેન્થ ઉપગ્રહ એસ્ટ્રોસેટ પાંચ વિશિષ્ટ એક્સરે તેમજ ટેલીસ્કોપથી સજ્જ છે. તે એક સાથે કામ કરે છે.

તીવ્ર અલ્ટ્રાવાયોલેટ કિરણની શોધ કરનારી વૈશ્વિક ટીમનું નેતૃત્વ IUCAAના એસોસિએટ પ્રોફેસર ડૉ.કનક શાહે કર્યું છે. આ ટીમમાં ભારત, ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ, અમેરિકા, જાપાન અને નેધરલેન્ડના વૈજ્ઞાનિકો સામેલ છે. આ અલ્ટ્રાવાયોલેટ કિરણ વર્ષ 2016ના ઓક્ટોબર મહિનામાં સતત 28 દિવસો સુધી જોવા મળ્યા છે પરંતુ તેનું અવલોકન અને વિશ્લેષણ કરવામાં વૈજ્ઞાનિકોને બે વર્ષથી વધારે સમય થયો.

આ વિશે વાત કરતા IUCAAના નિર્દેશક ડૉ.સોમક રાયચૌધરીએ જણાવ્યું હતું કે, અંતરિક્ષના ઉંડાણમાં આજે પણ રોશનીના કિરણો તરી રહ્યા છે. તેનો શોધવામાં વધુ સમય જાય છે પરંતુ તેનાથી ધરતી અને અંતરિક્ષની ઉત્પત્તિની શરૂઆત, તેમની ઉંમર અને તેમને ખતમ થવાની સંભાવના અંગેની માહિતી પ્રાપ્ત થઇ શકશે.

(સંકેત)

 

 

Exit mobile version