Site icon Revoi.in

કોરોનાના સંકટ વચ્ચે કોલેજના નવા શૈક્ષણિક સત્રનું ટાઇબટેબલ જાહેર, આ તારીખથી લેક્ચર થશે શરૂ

Social Share

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની કટોકટી ચાલી રહી છે ત્યારે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા નવા વર્ષના શૈક્ષણિક વર્ગો 1લી નવેમ્બર, 2020થી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની માટે ચાલુ શૈક્ષણિક વર્ષનું ટાઇમટેબલ પણ જારી કર્યું છે. સામાન્યપણે દેશમાં જુલાઇ મહિનામાં કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ થઇ જાય છે પરંતુ આ વખતે કોરોનાને કારણે તેવું શક્ય બન્યું ન હતું.

આ અંગે જાણકારી આપતા શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જણાવ્યું કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને વર્ષ 2020-21ના શૈક્ષણિક સત્ર માટે કોલેજના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓનાં પ્રથમ વર્ષનાં શૈક્ષણિક કેલેન્ડર અંગેની માર્ગદર્શિકાને મંજૂરી આપી દીધી છે.

ફેબ્રુઆરીના અંત સુધી આ શૈક્ષણિક વર્ગો ચાલશે. ત્યારબાદ પરીક્ષાની તૈયારી માટે એક સપ્તાહનો વિરામ મળશે. માર્ચ 2021માં આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. આ વિદ્યાર્થીઓ માટેનું આગામી શૈક્ષણિક સત્ર ઓગસ્ટ 2021માં શરૂ થશે.

(સંકેત)