Site icon hindi.revoi.in

માર્ચમાં BS IV વાહનો ખરીદનારા લોકોને સુપ્રીમે આપી મોટી રાહત

Social Share

– સુપ્રીમ કોર્ટે BS IV વાહનોનો રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપી

– જો કે કેટલીક શરતોને આધારે થઈ શકશે રજીસ્ટ્રેશન

– લોકડાઉન પહેલા વેચવામાં આવેલા વાહનોનું રજીસ્ટ્રેશન થઈ શકશે

બીએસ 4 (BS IV) વાહનોના રજીસ્ટ્રેશનને લઈને સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ ની સમય મર્યાદા પહેલા જે લોકો પોતાની ગાડીઓના રજીસ્ટ્રેશન નહોતા કરાવી શક્યા, સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો સાથે તે તમામ લોકોને પોતાની ગાડીઓના રજિસ્ટ્રેશન કરાવવાની મંજૂરી આપી છે.

તે ઉપરાંત સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જે ગાડીઓ લોકડાઉનથી પહેલા વહેંચવામાં આવી છે અને ઇ વાહન પોર્ટલમાં રજીસ્ટર છે, માત્ર તેમનું રજીસ્ટ્રેશન થશે. સુપ્રીમે કહ્યું કે 25 માર્ચ બાદ વેચવામાં આવેલા વાહનોનું રજીસ્ટ્રેશન નહીં થાય. સરળ શબ્દોમાં સમજીએ તો લોકડાઉન પહેલા વેચવામાં આવેલા વાહનોનું રજીસ્ટ્રેશન થશે પરંતુ લોકડાઉન બાદ વેચવામાં આવેલા વાહનોનું રજીસ્ટ્રેશન નહીં થાય.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે બીએસ-4 વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશન માટે 31 માર્ચ 2020ની ડેડલાઇન નક્કી કરી હતી. આ દરમિયાન 22 માર્ચે જનતા કર્ફ્યૂ હતો, જ્યારે 25 માર્ચથી દેશવ્યાપી લૉકડાઉન લાગુ થઈ ગયું. બીજી તરફ, ડીલરોની પાસે મોટી સંખ્યામાં BS IV ટૂ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના યૂનિટ બચેલા હતા. તેથી ડીલર BS IV વાહનોના વેચાણ અને રજિસ્ટ્રેશનની ડેડલાઇન લંબાવવાની માંગ કરતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેની પર સુપ્રીમ કોર્ટે ડીલરોને 10 ટકા BS IV વાહનોને વેચવાની મંજૂરી આપી હતી.

(સંકેત)

Exit mobile version