Site icon hindi.revoi.in

નાસાએ ચંદ્રની સપાટી પર કરી પાણીની શોધ -તેનો ઉપયોગ પીવા માટે અને ઈંઘણ વપરાશ માટે કરી શકાશે.

Social Share

હવે ચંદ્રની સપાટી પર માણસોની વસ્તી વિકસાવવા માટેનો વૈજ્ઞાનિકોનો વિચાર વધુ ઠોસ બન્યો છે, જી હા અમેરીકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી છે, જો કે આ સમગ્ર વાતમાં વિશ્ષ વસ્તુ એ છે કે, આ પાણી ચંદ્રની એવી સપાટી પાસે મળી આવ્યું છે કે, જ્યા સુરજના કિરણો પડે છે.

ચંદ્રની સપાટી પર પાણીની શોધ નાસાની સ્ટ્રેટોસ્ફિયર ઓબ્ઝરવેટરી ફઓર ઈન્ફ્રારેડ એસ્ટ્રોનોમિએ કરી છે, આ પાણીનો ઉપયોગ ખાસ કરીને પીવા માટે અને ઈંઘણના વપરાશ માટે કરી શકાશે.

સોફિયાએ ચાંદના દક્ષિણી ગોળાર્ઘમાં સ્થિત અને પૃથ્વી જેવા પર જોવા મળતા સૌથી મોટા ખાડાઓમાંથી એક ‘ક્લેવીયસ’ માં પાણીના અણુઓ અટલે કે, એચ 2ઓની શોધ કરી છે, અત્યાર સુધીના સમગ્ર અધ્યયનોમાં ચંદ્રની સપાટી પર હાઇડ્રોજનના કેટલા અંશો મળી આવ્યા હતા, પરંતુ પાણી અને પાણીથી નજીક હાઇડ્રોક્સિલ એટલે કે ઓએચની જાણકારી મળી નહોતી

નાસાના વૈજ્ઞાનિક મિશન ડિરેક્ટોરેટના એસ્ટ્રોફિઝિક્સ વિભાગના ડિરેક્ટર પૉલ હર્ટ્ઝે જણાવ્યું હતું કે, આ પહેલા એવા સંકેત મળ્યા હતા કે સૂર્ય તરફ ચંદ્રની સપાટી પર એચ 2 ઓ હોઈ શકે છે. હવે તેની શોધ થતા એ બાબતે વધુ અભ્યાસ હાથ ઘરવામાં આવશે.

નેચર એસ્ટ્રોનોમીમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસના રિપોર્ટ પ્રમાણે, ચંદ્રના આ સ્થાનના ડેટામાંથી 100 થી 412 ભાગની મિલિયન દીઠ સાંદ્રતામાં પાણીની ખબર મળી છે

તુલનામાં, સોફિયાએ ચંદ્ર પર જે પાણીનો જથ્થો શોધી કાઢ્યો છે તે આફ્રિકાના સહારા રણમાં હાજર પાણીની તુલનામાં 100 ટકા છે. આટલી ઓછી માત્રા હોવા છતાં, હવે સવાલ એ છે કે ચંદ્ર સપાટી પર પાણી કેવી રીતે બને છે.

સરખામણી રીતે સોફિયાએ ચંદ્ર પર જે પાણીનો જથ્થો શોધી કાઢ્યો છે જે આફ્રિકાના સહારા રણમાં હાજર પાણીની તુલનામાં 100 ટકા છે. આટલી ઓછી માત્રા હોવા છતાં, હવે સવાલ એ છે કે ચંદ્ર સપાટી પર પાણી કેવી રીતે રચાય છે.

સાહીન-

Exit mobile version