Site icon hindi.revoi.in

મોદી સરકારની પહેલી ટર્મમાં 963 આતંકી ઠાર, 413 સૈનિકો શહીદ

Social Share

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં એક સવાલના જવાબમાં કહ્યુ છે કે 2014થી 2019 વચ્ચે 963 આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. આંકડા પ્રમાણે, મોદી સરકારના ગત પાંચ વર્ષમાં 963 આતંકી ઠાર થયા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાને લોકસભામાં કહ્યુ છે કે સરકાર આતંક પર ઝીરો ટોલરન્સની નીતિ પર કામ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન 413 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે.

લોકસભામાં એક સવાલના જવાબમાં સંરક્ષણ રાજ્ય પ્રધાન શ્રીપાદ નાઈકે કહ્યુ છે કે 2014માં 104, 2015માં 97, 2016માં 1440 અને 2017માં 210 આતંકીઓ ઠાર થયા હતા. 2018માં સુરક્ષાદળોએ 249 આતંકીઓને ઠાર કરાયા છે.

14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર હુમલા બાદથી સુરક્ષાદળોએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ઝડપી બનાવી છે. કાશ્મીર ખીણને આતંકમુક્ત બનાવવા માટે સતત આતંકવાદીઓનો ખાત્મો કરાઈ રહ્યો છે.

મહત્વપૂર્ણ છે કે પુલવામા આતંકી હુમલામાં 40થી વધારે સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. તેના પછી સરકારે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈને તેજ બનાવી છે.

Exit mobile version