બુધવારે મોદી કેબિનેટની બેઠક યોજાઈ હતી. તેમા ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીરના લોકો માટે પણ આર્થિકપણે અનામતને મંજૂરી આપવામાં આવી છે. તેને લઈને સરકાર એક બિલ લાવી છે, જેને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે જ રાજ્યમાં આર્થિક રીતે કમજોર સવર્ણોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળવાનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો છે.
આ સિવાય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે કેટલાક નિર્ણય કરવામાં આવ્યા, ઈસરો સાથે જોડાયેલો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. આ સાથે ચિટફંડ બિલને મંજૂરી આપવામાં આવી છે. 31-07-2019ના રોજ થયેલી મોદી કેબિનેટે ઘણાં મહત્વના નિર્ણયો કર્યા છે.
જમ્મુ-કાશ્મીર અનામત બિલને મંજૂરી, આર્થિક આધારે 10 ટકા અનામતને પરવાનગી
ન્યૂટ્રિસનના હિસાબથી જે ખેડૂતોને ફર્ટિલાઈઝર સબસિટી મળતી હતી, તેને વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેના માટે ખેડૂતોને 22875 કરોડની સબસિડી આપવામાં આવશે. તેનો ખર્ચો સરકાર ઉઠાવશે.
ચિટફંડ બિલને કેબિનેટની મંજૂરી, તેને રેગ્યુલેટ કરવા માટે બિલ લાવવામાં આવશે. આના સંદર્ભે પહેલા પણ બિલ સંસદમાં લાવવામાં આવ્યું હતું, પરંતુ લોકસભા સમાપ્ત થવાને કારણે હવે ફરીથી બિલ લાવવામાં આવ્યું છે.
શાંતિપૂર્ણ ઉદેશ્યો માટે બાહ્ય અંતરીક્ષના અન્વેષણ અને ઉપયોગમાં સહયોગ પર ઈસરો અને બોલિવિયાઈ અંતરીક્ષ એજન્સી વચ્ચે સમજૂતીના આવેદનપત્રને મંજૂરી આપવામાં આવી છે.
કેન્દ્રીય કેબિનેટે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવાનો નિર્ણય કર્યો છે. પહેલા સુપ્રીમ કોર્ટમાં 30 જજો હતા, હવે આ સંખ્યા 33ની કરવામાં આવી છે. (સીજેઆઈ અલગથી)