પ્રેમનો મામલો
શંકાએ લીધો યુવતીનો જીવ
યૂવકે શંકાના ડાયરામાં યૂવતીને મોતને ઘાટ ઇતારી
આરોપી અશરફની પોલીસે કરી ધરપકડ
19 વર્ષિય ખુશીને મોડેલિંગ કરવું હતું
મહારાષ્ટ્રના નાગપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં માત્ર 19 વર્ષની યુવતીને તેના જ મસ્લિમ બોયફ્રેન્ડે મોતને ઘાટ ઉતારી છે જ્યારે પાલીસે યૂવતીની ઓળખ સાશિયલ મિડીયાના માધ્યમથી કરી હતી. અને આરોપી અશરફની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા મુજબ 19 વર્ષની યૂવતીનું નામ ખુશી પરિહાર છે જે ફેશન શોમાં ભાગ લેતી હતી અને આગળ મોડેલિંગમાં પોતાનું ભવિષ્ય બનાવવા માંગતી હતી,ખુશી અને અશરફ એક બીજાના પ્રેમમાં હતા અને લિવઈનમાં રહેતા પતા, પરંતુ 28 વર્ષના અશરફના કહેવા પ્રમાણે તે ખુશીને ખુબજ પ્રેમ કરતા હતા પરંતુ ખુશી કોઈ અન્ય વ્યક્તિતના નજીક જવા લાગી હતી જે વાતને લઈને તેને ખુશી પર શંકા હતી કે ખુશી તેને દગો આપી રહી છે જેને કારણે અશરફે ખુશીને સબક શીખવાડવાનું મનોમન નક્કી કર્યું.
જ્યારે 12 જુલાઈના રોજ ખુશી અને અશરફ પનધુર્ના નાગપુર હાઈવે પર કારમાં સાથે હતા તે દરમિયાન અશરફે અને ખુશી વચ્ચે ઝધડો થયો હતો અને આ ઝધડામાં અશરફને ગસ્સો આવતા તેણે ખુશીનું માથુ કુચલી નાખ્યું હતું અને તેને મોતને ઘાટ ઉતારી તેની લાશને ઠેકાણે પાડી દીધી હતી, ત્યાર બાદ રસ્તા પર ચાલનાર કોઈ વ્યક્તિએ આ લાશને જોતા પોલીસને જાણ કરી હતી જેને લઈને પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આ મામલે તપાસ શરુ કરી હતી
પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરુ કરતા અશરફ વિશે માહિતી મળતાની સાથે જ અશરફની ધરપકડ કરી હતી ત્યારે અશરફે પોતે હત્યા કરી હોવાનું કબુલ કર્યું છે અને સમગ્ર વાતની જાણકારી પોલીસને આપી છે.