શ્રીલંકામાં થયેલા બોમ્બ બ્લાસ્ટ પછી બુરખા પર બેન લગાવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતમાં પણ તે અંગે નિવેદનબાજી થઈ. જેના પર ઘણો હોબાળો થયો. પરંતુ હવે દેશના પશ્ચિમી રાજ્ય કેરળમાં બુરખા પર નિર્ણય સંભળાવી દેવામાં આવ્યો છે. જેના પર બબાલ શરૂ થઈ ગઈ છે. કેરળના મલ્લપુરમ જિલ્લામાં સ્થિત એક મુસ્લિમ સ્કૂલમાં પરિસરની અંદર બુરખા પહેરવા પર બેન લગાવી દીધો છે. આ સ્કૂલને મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી તરફથી સંચાલિત કરવામાં આવે છે.
મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી તરફથી બુરખા પર પ્રતિબંધનું ફરમાન 17 એપ્રિલથી જાહેર કરવામાં આવ્યું હતું. તે હેઠળ મુસ્લિમ એજ્યુકેશ સોસાયટી દ્વારા સંચાલિત થનારી તમામ સ્કૂલો અને કોલેજોમાં આ આદેશ લાગુ રહેશે. જ્યારે બીજી બાજુ બુરખા પર બેનના નિર્ણય પછી હોબાળો મચી ગયો છે. કેરળમાં ઘણા સંગઠનોએ કડક સખત વિરોધ નોંધાવતા કહ્યું છે કે આ ધાર્મિક સિદ્ધાંતો અને સમુદાયની ભાવનાઓ વિરુદ્ધ છે. મુસ્લિમ એજ્યુકેશન સોસાયટીએ આ પ્રકારના નિર્ણયો લેતા પહેલા વિવિધ સંગઠનો સાથે ચર્ચા-વિચારણા કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગત મહિનામાં શ્રીલંકામાં આતંકીઓએ ઘણા બ્લાસ્ટ્સ કર્યા. આ હુમલામાં અનેક લોકોનાં મોત થઈ ગયાં. જે પછી સરકારે સાર્વજનિક જગ્યાઓ પર ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકી દીધો. શ્રીલંકામાં લેવામાં આવેલા આ નિર્ણય પછી ભારતમાં તેના પર રાજકારણ શરૂ થઈ ગયું.