Site icon hindi.revoi.in

આગામી 24 કલાક મુંબઈ પર ભારે, હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદનું રેડ એલર્ટ

Social Share

મુંબઈ: વરસાદનો પ્રકોપ સહન કરી રહેલા મુંબઈને રાહત મળતી દેખાઈ રહી નથી. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાકની અંદર મુંબઈ, થાણે, પાલઘર સહીત ઘણાં વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ થવાની શક્યતા છે. ઘણાં વિસ્તારોમાં 200 એમએમ સુધી વરસાદ થવાનું અનુમાન છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

મહત્વપૂર્ણ છે કે સોમવારે સવારથી મુંબઈમાં વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા છે. ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે. 20 મિનિટ સુધી એરપોર્ટ પર પણ સેવાઓ ઠપ્પ રહી હતી. મુંબઈમાં વરસાદનો મતલબ હવે મુસીબત થઈ ચુક્યો છે. વરસાદનો આનંદ લેવાના સ્થાને મુંબઈગરા તેનાથી ગભરાવા લાગ્યા છે.

મોનસૂનની શરૂઆત સાથે જેવા વાદળા મુંબઈમાં વરસ્યા તેમણે શહેરને ઘૂંટણિયે લાવી દીધું છે. અલગ-અલગ દુર્ઘટનામાં કેટલાક લોકોના જીવ પણ ગયા છે. વરસાદે 30 હજાર કરોડ રૂપિયાના ભારે-ભરખમ બજેટવાળા બીએમસીની તૈયારોની પણ પોલ ખોલી નાખી છે. જો કે હવે બીએણસીએ એડવાઈઝરી જાહેર કરી છે.

બીએમસીએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે શહેરમાં ગત કેટલાક કલાકોમાં ભારે વરસાદ થયો છે. આગામી કેટલાક કલાકોમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. ખાસ કરીને પૂર્વીય ઉપનગરમાં ભારે વરસાદની શક્યતા છે. અમને તમને થયેલી અસુવિધાઓ પર ખેદ છે, પરંતુ અમારી ટીમો ઝડપથી જળભરાવને સમાપ્ત કરવાની કોશિશ કરી રહી છે.

Exit mobile version