મુંબઈની એક રીયલ એસ્ટેટ કંપનીના 40 ઠેકાણાઓ પર શુક્રવારે દરોડાની કાર્યવાહી બાદ ઈન્કમટેક્સ વિભાગે દાવો કર્યો છે કે તેમણે 700 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીની ભાળ મેળવી છે.
ઈન્કમટેક્સ વિભાગ માટે નીતિઓ બનાવનારા સર્વોચ્ચ નિગમ સીબીડીટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે 29 જુલાઈના રોજ મુંબઈ અને પુણેમાં રીયલ એસ્ટેટ સાથે જોડાયેલા એક મુખ્ય સમૂહના ઠેકાણા પર દરોડો પાડીને તલાશી લીધી છે. જો કે આ નિવેદનમાં સમૂહની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ સત્તાવાર સૂત્રોનું માનીએ તો આ હબટાઉન સમૂહ છે.
સીબીડીટીનું કહેવું છે કે તલાશી દરમિયાન વિભાગના વાણિજ્યિક અને આવાસીય બ્લોકોના વેચાણ પર ધનપ્રાપ્તિના પુરાવા મળ્યા છે. તેના સિવાય નકલી અસુરક્ષિત ઋણ લેવા, નકલી લાંબા ગાળાના મૂડીગત લાભ અને ઘણી અન્ય લેણદેણમાં હેરફેર કરીને લગભગ 700 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરી છે.
જણાવવામાં આવે છે કે તલાશીમાં અજીબો-ગરીબ લેણદેણની ગુત્થીને પકડી જેમાં ખાતામાં હેરફેર કરીને 525 કરોડ રૂપિયાની આવકને ગાયબ કરી દેવામાં આવી. તો આવાસીય અને વાણિજ્યિક બ્લોકોના વેચાણ સાથે 100 કરોડ રૂપિયાથી વધારેની રકમ પ્રાપ્ત કરી. આ સિવાય તલાશીમાં 14 કરોડ રૂપિયાના આભૂષણ પણ પકડવામાં આવ્યા છે. આ દરોડાની કાર્યવાહી હજી પણ ચાલી રહી છે.