- મુંબઈ હાઈકોર્ટએ આપ્યો આદેશ
- એક્ટ્રેસ કંગના રાનૌતની ઓફીસ તોડવા બદલ બીએમસીએ આપવો પડશે ખર્ચ
- કંગનાના ટ્વિટ મામલે કોર્ટએ કંગનાની ટિકા કરી
- સ્થિતિનું મુ્યાંકન કરીને નુકશાનની ભરપાઈ કરવી પડશે
મુંબઈઃ- બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતની પાલી હિલ સ્થિત ઓફિસ તોડવાના મામલે હાઈકોર્ટે આજ રોજ પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. બોમ્બે હાઈકોર્ટના નિર્ણય મુજબ પહેલા કંગનાની ઓફિસમાં થયેલા નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવશે.જો કે આ બાબતે કોર્ટે સ્પષ્ટપણે એમ પણ કહ્યું છે કે, કોર્ટ તોડફોડમાં થયેલા નુકસાનના કંગનાના નિવેદનનું સમર્થન કરતી નથી.
કંગનાએ આપેલ વાંધાજનક નિવેદન અંગે કોર્ટ એ કહ્યું કે, તેમણે વિચારીને સમજીને બોલવું જોઈએ, કોર્ટ એ કહ્યું કે, આ બાબત ઓફિસનું બાઁધકામ તોડવા બાબતની છે, નહી કે ટ્વિટ પર કહેલી વાતો અંગેની, કોર્ટ એ કહ્યું કે, કંગના દ્વારા આપવામાં આવેલું નિવેદન બિનજવાદાર છે, તે માટે સારો માર્ગ એ છે કે, કંગનાના બયાનને નજરઅંદાજ કરવામાં આવે.
કોર્ટે કહ્યું કે કોઈપણ વ્યક્તિએ કંઇક પણ મૂર્ખામી ભરી વાતો કરે, પરંતુ રાજ્ય અને સમાજ પર પોતાની શક્તિનો ઉપયોગ કરી શકશે નહીં. કોર્ટે ફોટોગ્રાફ્સ અને અન્ય સામગ્રીનું વિશ્લેષણ કર્યું જેમાં સંજય રાઉત ધમકી આપી રહ્યા છે.આ સાથે જ કોર્ટએ અનેક સામગ્રીનું નમુલ્યાંકન કર્ય.વહતું અને બીએમસીને ફટકાર પણ લગાવી હતી
જો કે કોર્ટ એ એ વાતનો પણ સ્વીકાર કર્યો છે કે આ સમગ્ર બાબત કંગનાને ધમનકાવા માટે કરવામાં આવી હતી, આ બાબતે બીએમસીના ઈરાદા ઠીક નહોતા,જેથી કંગનાને નુકશાનની ભરપાઈ કરવા માટે કોર્ટ દ્રારા તેનું મુલ્યાંકન કરવામાં આવશે, અને આ મુલ્યાંકનની જાણકારી કંગના સહીત બીએમસી બન્ને ને હોવી જરુરી છે.
સાહીન-