Site icon hindi.revoi.in

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, ચોથા નંબરના ધનિક બન્યા મુકેશ અંબાણી

Social Share

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ, વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યક્તિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી બની ગયા છે. તેમનાથી આગળ ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ અને એમેઝોનના જેફ બેઝોસ છે.

એમેઝોનના માલિક જેફ બેઝોસની સંપત્તિ 187 અબજ છે. જયારે તેની આ વર્ષની સંપત્તિમાં 72.1 અબજ ડોલરનો વધારો થયો છે. બીજા સ્થાને માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ છે. તેની કુલ સંપત્તિ 121 અબજ ડોલર છે. જયારે તેમની આ વર્ષની સંપત્તિમાં 7.5 અબજ ડોલરનો વધારો થયો છે.

ત્રીજા નંબર પર ફેસબુકના માર્ક ઝુકરબર્ગ સંપત્તિ 102 અરબ ડોલર છે. જયારે આ વર્ષે અત્યાર સુધીમાં તેમની સંપત્તિ 23 અબજ ડોલરનો વધારો થયો છે. માર્ક ઝુકરબર્ગ પ્રથમ વખત 100 અબજ ડોલરની ક્લબમાં જોડાયા છે અને હાલમાં આ ક્લબમાં ફક્ત ત્રણ શ્રીમંત છે જે ટોપ -3 માં છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ચોથા ક્રમે છે. તેની કુલ સંપત્તિ 80.6 અબજ ડોલર છે. જયારે તેમની આ વર્ષે સંપત્તિમાં 22 અબજ ડોલરનો વધારો થયો છે.

_Devanshi

Exit mobile version