Site icon hindi.revoi.in

આર્થિક ગતિવિધિઓ નબળી હોવાના સ્પષ્ટ સંકેત, RBI ગવર્નરનું મોટું નિવેદન

Social Share

મુંબઈ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે ગત મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં વ્યાજદરોમાં ઘટાડા માટે તર્ક આપ્યો હતો કે આ વાતના સ્પષ્ટ સંકેત મળે છે કે આર્થિક ગતિવિધિઓ કમજોર થઈ છે.

આ મહીને 3-6 જૂન વચ્ચે આયોજીત એમસીપીસીની બેઠકમાં આરબીઆઈના ગવર્નરે વ્યાજદરોમાં ઘટાડાનો નિર્ણય લીધો હતો.

એમપીસીની બેઠકની મિનિટ્સ પ્રમાણે, આરબીઆઈ ગવર્નરે કહ્યુ છે કે નાણાંકીય વર્ષ 2018-19ના ચોથા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ દર ઘટીને 5.8 ટકા થવો એ વાતનું સ્પષ્ટ પ્રમાણ છે કે આર્થિક ગતિવિધિઓ કમજોર થઈ છે.

શક્તિકાંત દાસે ક્હ્યુ છે કે આર્થિક વિકાસ દરની ઝડપ સ્પષ્ટપણે નબળી થઈ છે, જ્યારે નીતિગત વ્યાજદરમાં ગત બે ઘટાડાનું હસ્તાંતરણ થવા છતાં મુખ્ય મોંઘવારી દર 2019-20માં ચાર ટકા નીચે રહેવાનું અનુમાન છે.

Exit mobile version