ભારતીય જનતા પાર્ટી પાસેથી ટિકિટ ન મળતા સાંસદ ઉદિત રાજે એક મોટો ફેંસલો લીધો છે. પોતાની નારાજગી વ્યક્ત કર્યા પછી ઉદિત રાજે કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડી લીધો છે. ગુરૂવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉદિત રાજનું પાર્ટીમાં સ્વાગત કર્યું.
ઉત્તર પશ્ચિમ દિલ્હી સીટ પરથી 2014માં બીજેપીની ટિકિટ પર જીત નોંધાવનારા ઉદિત રાજને આ વખતે મોકો આપવામાં નથી આવ્યો. બુધવારે બીજેપી ઉમેદવારોની લિસ્ટમાં નામ ન આવ્યા પછીથી જ ઉદિત રાજ વિરોધી મૂડમાં જોવા મળી રહ્યા હતા. એટલે સુધી કે તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર નામની આગળથી ચોકીદાર શબ્દ પણ હટાવી લીધો હતો.