- એમપી સરકાર લાવશે કાયદો
- વલ જિહાદ પર 5 વરષની સજા
- શિવરાજ સરકાર લવ જિહાદ માટે કડક વલણ અપનાવશે
હવે મધ્ય પ્રદેશની સરકાર લવ જિહાદ સામે કાયદો બનાવનાર રહીં છે. રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ આ અંગે જણાવ્યું હતું કે,ખુબ જ જલ્દી વિધાનસભા સત્રમાં અમે લવ જિહાદને સામે કાયદો લાવીશું. જે બિન-જામીનપાત્ર ગુનો બનશે અને તેમાં પાંચ વર્ષની સજાની જોગવાઇ રાખવામાં વશે. આ પહેલા ઉત્તર પ્રદેશની સરકાર તરફથી પણ લવ જિહાદની સામે કાયદો બનાવાની વાત કરવામાં આવી છે.
ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આવનારી વિધાનસભા સત્રમાં શિવરાજ સરકાર લવ જિહાદને લઈને ધર્મ સ્વતંત્ર કાયદા બિલ રજુ કરવામાં આવશે આ કાયદો બન્યા બાદ અપરાધીને પાંચ વર્ષની આકરી જેલની સજા ફટકારાશે .
ગૃહમંત્રીના જણાવ્યા પ્રમાણે લવ જિહાદના ગુનામાં મદદ કરનારને મુખ્ય આરોપની જેમ સજા કરવાની જોગવાઇ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જબરદસ્તી લગ્ન માટે ધર્મપરિવર્તન કરનારને પણ સજા આપવાની જોગવાઇ આ કાયદામાં કરવામાં આવશે. જો કે સ્વેચ્છાએ ધર્મપરિવ્રતન કરીને લગ્ન કરનારા લોકોએ એક મહિના પહેલા કલેક્ટર કચેરીમાં વેદન કરવાનું રહેશે
રાજ્યમાં જો આ કાયદો લાગુ કરવામાં આવ્યા બાદ કોઇ વ્યક્તિ થકી જબરદસ્તીથી કરવામાં આવેલા લગ્ન અને ઓળખછુપાવીને કરવામાં આવેલા લગ્નને રદ્દ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ લવ જિહાદને લઇને મોટુ નિવેદન આપી ચૂક્યા છે. જે મુજબ જો મધ્યપ્રદેશમાં આવો કેસ આવે છે, તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને ટૂંક સમયમાં દેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાગુ કરવામાં આવશે.
સાહીન-