Site icon hindi.revoi.in

મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણને કોરોના પોઝિટિવ, ખુદ ટ્વીટ કરી આપી માહિતી

Social Share

અમદાવાદ:  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને કહ્યું હતું કે, મારા પ્રિય રાજ્ય વાસીઓ મને COVID-19 ના લક્ષણો અનુભવાઈ રહ્યા હતા. ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું મારા બધા સાથીદારોને અપીલ કરું છું કે જે કોઈ પણ મારા સંપર્કમાં આવ્યા છે, તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. અને મારી નજીકના લોકો કવોરેન્ટાઇન થઈ જાય છે.

તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યું, હું COVID-19 ની તમામ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યો છું. ડોકટરની સલાહ મુજબ હું મારી જાતને કવોરેન્ટાઈન કરું છું. રાજ્યના લોકોને સાવચેત રહેવાની અપીલ કરું છું, થોડી પણ અસાવધાની કોરોનાને આમંત્રણ આપી શકે છે. મેં કોરોનાથી બચવા માટે તમામ પ્રયાસો કર્યા પરંતુ અનેક વિષયોને લઈ અમે લોકો મળતા હતા.

ચૌહાણે બીજા ટ્વીટમાં લખ્યું, જો કોવિડ -19 નો સમયસર ઈલાજ કરવામાં આવે તો તે વ્યક્તિ સાજો થઈ જાય છે. હું 25 માર્ચથી રોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છું. હવે હું શક્ય તેટલું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોરોનાની સમીક્ષા કરવાનો પ્રયાસ કરીશ.

તેમણે લખ્યું કે, મારી ગેરહાજરીમાં હવે આ બેઠક ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, શહેરી વિકાસ અને પ્રશાસન મંત્રી ભૂપેન્દ્રસિંહ, સ્વાસ્થ્ય શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગ અને સ્વાસ્થય મંત્રી ડો.પ્રભુરામ ચૌધરી કરશે. હું જાતે સારવાર દરમિયાન રાજ્યમાં કોવિડ -19 નિયંત્રણના સંભવિત પ્રયાસ કરીશ.

_Devanshi

Exit mobile version