Site icon hindi.revoi.in

મોર્નિંગ ડાયટમાં સામેલ કરો આ વસ્તુઓ, રહેશો હમેશા સ્વસ્થ

Social Share

કેટલાક લોકો પોતાની મોર્નિંગ ડાયટને લઈને કન્ફ્યૂઝ રહેતા હોય છે, કે સવારે શું ખાવું જોઈએ…કેટલાક લોકો સવારે હલકો નાસ્તો લેતા હોય છે.. કેટલાક લોકો દિવસની શરૂઆત પલાળેલી બદામ ખાઈને કરે છે તો કેટલાક લોકોની સવાર ચા, કોફી અથવા ગ્રીન ટી થી કરતા હોય છે. પરંતુ ખૂબ ઓછા લોકો જ જાણતા હશે કે સવાર-સવારમાં શું ખાવુ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ફાયદાકારક છે. તો વાંચો કે સવારે શું ખાવું જોઈએ…

બદામ – સવાર-સવારમા પલાળવામાં આવેલી બદામ ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. જેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. આખી રાત બદામ પલાળવાથી તેનુ ન્યૂટ્રિશન વધી જાય છે. દિવસની શરૂઆત સારી કરવી હોય તો સવાર-સવારમાં 5 થી 10 બદામ ખાવી ખાઓ..

ખજૂર – ખજૂરને ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. જે આપણા શરીરમાં એનર્જી લાવે છે માટે પોતાની ડાયટમાં જરૂરથી ખજુરને સામેલ કરો. ખજૂરમાં ઘણા બધા પોષક તત્વ મળી આવે છે અને ઘણી બીમારીઓથી પણ દૂર કરે છે. ખજૂરમા ભરપૂર પ્રમાણમાં ફાયબર હોય છે, જે પાચન તંત્રને મજબૂત કરે છે..

પપૈયુ – પપૈયુ સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે.. સવારમાં ખાલી પેટ પપૈયુ ખાવુ ખૂબ જ સારુ હોય છે. પપૈયામાં ક્લીજિંગ ગુણ હોય છે… પપૈયુ સ્કિન માટે પણ ખૂબ જ સારુ માનવામાં આવે છે. પપૈયુ ખાવાથી ઓછામાં ઓછા 1 કલાક સુધી કંઈપણ ખાવાથી બચો. ખાલી પેટ પપૈયુ ખાવાથી બેડ કોલોસ્ટ્રેલની સમસ્યા પણ દૂર થાય છે.

_Devanshi

Exit mobile version