1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 900થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં
ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 900થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાના 900થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં

0
  • સુરતમાં સૌથી વધારે કેસ આવ્યાં સામે
  •  રાજ્યમાં 608 દર્દીઓ સાજા થયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 800થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. જો કે, 24 કલાકમાં કોરોનાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ 900થી વધારે પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ રાહતની વાત એ છે કે, 608 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલથી ઘરે પરત ફર્યાં હતા.


સુરતમાં સૌથી વધારે 287 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે અમદાવાદમાં 164, વડોદરામાં 74, જૂનાગઢમાં 46, ભાવનગરમાં 40, રાજકોટમાં 34, અમરેલીમાં 29, સુરેન્દ્રનગરમાં 26, ગાંધીનગરમાં 25, ખેડા, નવસારીમાં 19-19, દાહોદમાં 16, ભરૂચમાં 15, જામનગરમાં 13, બનાસકાંઠા, મહેસાણામાં 12-12, પાટણમાં 10, મોરબી, આણંદમાં 9-9, વલસાડમાં 8, સાબરકાંઠા, કચ્છમાં 7-7, મહીસાગરમાં 5, પોરબંદરમાં 4, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલમાં 3-3, બોટાદમાં 2, તાપીમાં 1 કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાં 5, અમદાવાદમાં 3, ગાંધીનગર અને મોરબીમાં 1-1 દર્દીનું મોત થયું હતું.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,70,265 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હાલ 3.32 લાખ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. રાજ્યના અત્યારે 10945 એક્ટિવ દર્દીઓ છે જે પૈકી 74 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.