
ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 915 પોઝિટિવ કેસ નોંધાયાં
- 24 કલાકમાં 749 દર્દીઓ થયાં સાજા
- રાજ્યમાં 14 દર્દીઓના થયા મોત
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન સતત બીજા દિવસે પણ 900થી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં છે. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 915 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 43723 પર પહોંચ્યો છે. રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સુરતમાં નોંધાયાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે સુરતમાં 291 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે અમદાવાદમાં 167, વડોદરામાં 76, ભાવનગરમાં 45, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 28, ગાંધીનગરમાં 26, જૂનાગઢમાં 25, રાજકોટમાં 24, બનાસકાંઠા, મહેસાણામાં 21-21, દાહોદમાં 19, જામનગરમાં 18, ખેડામાં 15, વલસાડમાં 14, આણંદ, નવસારીમાં 10-10, મહિસાગર, પાટણમાં 9-9, પંચમહાલ સાબરકાંઠામાં 8-8, કચ્છ, ગીર-સોમનાથ, તાપીમાં 7-7, મોરબીમાં 5, નર્મદામાં 4, છોટાઉદેપુરમાં 3, બોટાદ, પોરબંદર, અમરેલીમાં 2-2 નોંધાયાં હતા.
દરમિયાન સુરતમાં 5, અમદાવાદમાં અને વડોદરામાં 3-3 તથા બનાસકાંઠા, ભાવનગર અને ગાંધીનગરમાં 1-1 દર્દીના મોત થયાં હતા. આમ 24 કલાકમાં 10 દર્દીના મોત થયાં હતા. રાજ્યમાં કોરોના મહામારીને પગલે મૃત્યુઆંક 2071 પર પહોંચ્યાં હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 749 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. આમ અત્યાર સુધીમાં રાજ્યમાં 30 હજારથી વધારે દર્દીઓ સાજા થયાં હતા. સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર ચિંતામાં મુકાયું છે.