1. Home
  2. revoinews
  3. ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવતઃ પોઝિટિવ કેસનો આંકડો 32 હજારને પાર
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવતઃ પોઝિટિવ કેસનો આંકડો 32 હજારને પાર

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવતઃ પોઝિટિવ કેસનો આંકડો 32 હજારને પાર

0
  • રાજ્યમાં 24 કલાકમાં 600થી વધારે કેસ નોંધાયાં
  • કોરોના મહામારીમાં વધારે 19 લોકોના મોત
  • અત્યાર સુધીમાં 23248 દર્દીઓ થયાં સાજા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 600થી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યાં છે. 24 કલાકમાં રાજ્યમાં 626 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ રાજ્યમાં ત્યાર સુધીમાં કોરોના વાયરસના 32023 પોઝિટિવ કેસ નોંધાયાં છે.

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાયાં છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 222, સુરત શહેરમાં 185, વડોદરામાં 47 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાજકોટ, આણંદમાં 11-11, મહેસાણા અમરેલીમાં નવા 10-10 કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન કુલ 19 લોકોના મૃત્યુ થયા હતા. આમ રાજ્યમાં ત્યાર સુધીમાં કોરોના મહામારીના 1800થી વધારે લોકોના મોત થયાં છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 440 વ્યક્તિઓ સાજી થઈ હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 19 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં અમદાવાદમાં 9, સુરત જિલ્લામાં 4, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલીમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા હતા.

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ અનલોકમાં વેપાર-ધંધા શરૂ થતા કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલાયું છે. સુરતમાં હિરા ઉદ્યોગ થતા મોટી સંખ્યામાં રત્ન કલાકારો કોરોના વાયરસની ઝપટે ચડી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.