થોડા સમય પહેલા જ જમ્મુ-કાશમીરમાંથી કલમ-370 હટાવવામાં આવી હતી. જેને લઈને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની આતંકને લઈને ડર ફેલાયેલો જોવા મળતો હતો, પરંતુ કેન્દ્ર સરકારે કાશ્મીરીઓને આપેલી સુરક્ષાના પગલે ત્યાના લોકોનો ભય ઓછો થયો હતો, ત્યારે હાલ પણ ત્યાના કેટલાક લોકો દ્રારા ખોટી વાતો અને જુઠી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ,ત્યારે ગૃહમંત્રાલયે આ પ્રકારની હરકત કરનારાઓના શોસિયલ મિડિયા અકાઉન્ટ્સ બંધ કરવાના આદેશ બહાર પાડ્યો હતો જેનો હવે અમલ કરવામાં આવી રહ્યો છે.
જમ્મુ-કાશ્મીર વિશે ખોટી અફવા ફેલાવનારા 100થી વધુ શોસિયલ મિડિયા અકાઉન્ટ્સ પર ગૃહમંત્રાલય કાર્યવાહી કરવા તત્પર છે, સુત્રોના જણાવ્યા અનુસાર એવા 100થી પણ વધુ URL પર ગૃહમંત્રાલય કાર્યવાહી કરશે ને આવા અકાઉન્ટ્સને તાત્કાલીકના ધોરણે બંધ કરી દેશે.
મંગળવારના રોજ મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલૉજીમાં ગૃહમંત્રાલય,આઈબી,મિલિટ્રી,ઈંટેલિઝેન્સ ને સુચના પ્રસારણ મંત્રાલયના અધિકારીઓની એક મોટી બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં IB, MI, MHA અને I&B એ એવા વિવાદસ્પદ URLની યાદી તૈયાર કરી છે જે કાશ્મીરના મામલે જુઠી અફવાઓ અને જુઠા સમાચાર ફેલાવે છે, ત્યારે હવે આ પ્રકારના 100થી પણ વધુ કાઉન્ટ્સ પર બેન લાગશે.