Site icon hindi.revoi.in

દેશની અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત સાથે મૂડીઝ એ સુધાર્યું અનુમાન – આવનારા વર્ષે દેશનો વિકાસ દર 13 ટકા રહેશે

Social Share

દિલ્હી-: વિશ્વભરમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, ત્યારે વિતેલા દિવસોમાં સમગ્ર દેશભરમાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી જેને લઈને દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા લાગી હતી ,જો કે, લોકડાઉન ઘીરે ઘીરે અનલોક થતાની સાથે જ ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપથી સુધારવાના સંકેત જોવા મળી રહ્યા છે.

વૈશ્વિક સંશોધન કંપની ગોલ્ડમ મેન સોક્સએ આર્થિક પ્રવૃત્તિમાં થયેલી તેજીને જોતાં ચાલુ નાણાકીય વર્ષમાં તેના વિકાસ દરના અંદાજમાં સુધારો કર્યો છે. અને કહ્યું કે આ વર્ષે જીડીપી લગભગ 10 ટકાનો ઘટાડો રહેશે તો આવનારા વર્ષે તે 13 ટકાના દરે વૃદ્ધિ કરશે.

ગોલ્ડમ મેન સોક્સના અનુમાન પ્રમાણે, ઓક્ટોબરમાં પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સનો વૃદ્ધિ દર 13 વર્ષના રેકોર્ડને તોડીને 58 પોઇન્ટ પર પહોંચ્યો છે. આ સાથે ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક (આઈઆઈપી) પણ છ મહિનાના સમયગાળઆ દરમિયાન પ્રથમ વખત વધ્યો છે અને સપ્ટેમ્બરમાં તે 0.2 ટકા વધ્યો છે. સુધારણાના આ સંકેતોને ધ્યાનમાં રાખીને, 2020-21 વિકાસ દરના અંદાજોમાં પણ સુધારો કરવો પડશે.

એજન્સીએ જણાવ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં 10.3 ટકાનો ઘટાડો થઈ શકે છે. સપ્ટેમ્બરમાં, એજન્સીએ 14.8 ટકાના ઘટાડાની આગાહી કરી હતી. હવે તેમાં 4.5.. ટકાનો સુધારો કર્યો છે. એજન્લસીએ વધુમાં કહ્યું કે, આગામી નાણાકીય વર્ષ 2021-22માં ભારતીનો જીડીપી 13 ટકાનો ઝડપી ગતિએ વધશે. જે સમગ્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા સાબિત થશે.

મૂડીઝ એ પણ અર્થવ્યવસ્થાનું અનુમાન સુધાર્યુ

વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પણ ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાઓને ધ્યાનમાં રાખીને ચાલુ નાણાકીય વર્ષ માટેના વિકાસ દરના અંદાજમાં  હવે સુધારો કર્યો હતો. મૂડીઝે કહ્યું હતું કે સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ભારતીય અર્થવ્યવસ્થામાં 6.9  ટકાનો ઘટાડો થઈ શકે છે, પરંતુ વિતેલી અઠવાડિયે તે સુધારીને 8.9 ટકા કર્યો હતો.

આરબીઆઈએ પણ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપીમાં 9.5 ટકાના ઘટાડાનું અનમાન લગાવ્યું હતું. જોકે, રેટિંગ એજન્સીઓનું કહેવું છે કે નાણાકીય વર્ષના બીજા ભાગમાં ભારતીય અર્થવ્યવસ્થામાં રેકોર્ડ તેજી જોવા મળશે અને આવતા વર્ષે તે સૌથી ઝડપથી વિકસિત અર્થતંત્ર બનશે.

સાહીન-

 

Exit mobile version