Site icon hindi.revoi.in

દેશની અર્થ વ્યવસ્થાને લઈને ‘મૂડીઝ’ એ આપ્યા સારા સંકેત- આવનારા છ મહિનામાં દેશની અર્થવ્યવસ્થામાં આવશે વેગ

Social Share

કોરોનાકાળમાં દેશની અર્થવ્યવસ્થામાં નિરાશા જનક સમાચાર વચ્ચે એક સારા સમાચાર મળી આવ્યા છે,રેટિંગ એજન્સી મૂડીઝએ કહ્યું કે, આ વર્ષના આવનારા બીજા 6 મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર થતી જોવા મળશે,આ સાથે જ મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસ એ મંગળવારના રોજ કહ્યું હતું કે ભારત, ચીન અને ઈન્ડોનેશિયા જી 20 એકમાત્ર ઉભરતા દેશો હશે, જેનો જીડીપી વર્ષ 2020 ના બીજા છ માસિકમાં વેગ પકડશે. આમ છતાં, જો કે આ અનુમાન બાદ પણ મૂડીઝ એ વાત પર અડગ છે કે, સમગ્ર 2020 વર્ષ દરમિયાન ભારતનો ડીજીપી ગ્રોથમાં 3.1 ટકાનો ઘટાડો થશે.

મૂડીઝે તેના ઓગસ્ટમાં અપડેટ કરાયેલા ગ્લોબલ મેક્રો આઉટલુક 2020-21 માં કહ્યું હતું કે, ‘આર્થિક દેશોની સરખામણીમાં ઉભરતા દેશોમાં આર્થિક વઘુ વધુ પડકારજનક છે. આ બાબતે અમારું અનુમાન છે કે, ચીન, ભારત અને ઇન્ડોનેશિયા એકમાત્ર એવા દેશો હશે જ્યાં વર્ષ 2020ના બીજા 6 મહિનામાં જીડીપી પર્યાપ્ત ગતિ પ્રાપ્ત કરશે અને 2021 માં અર્થતંત્ર પહેલાની જેમ વેગ પકડશ

ઉલ્લેખનીય છે કે, મૂડીઝે અનુમાન લગાવ્યું છે કે, 2021 માં ભારતીય અર્થવ્યવસ્થા 6.9 ટકાના દરે વૃદ્ધિ કરશે. કોરોના પહેલા પણ ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ એટલે પણ સારી નહોતી,વર્ષ 2019-20 દરમિયાન ભારતીય અર્થવ્યવસ્થામાં માત્ર 4.2 ટકાનો વિકાસ થયો છે. છેલ્લા 11 વર્ષમાં આ સૌથી નીચો વિકાસ દર છે.

વિતેલા દિવસોમાં ભારતીય રિઝર્વ બેંકે એ પણ સ્વીકાર્યું છે કે, નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન દેશના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) નો વિકાસ નકારાત્મક રહેશે અટલે કે તેમાં ઘટાડો જોવા મળશે, ઇન્ફોસીસના કો-ફાઉન્ડર એન.આર. નારાયણમૂર્તિએ પણ આશંકા વ્યક્ત કરી છે કે કોરોનાને કારણે આ વર્ષે આઝાદી પછીની ભારતની સૌથી મોટો જીડીપીમાં ઘટાડો નોંધાયો છે.

સાહીન-

Exit mobile version