Site icon hindi.revoi.in

મોહનાસિંહે રચ્યો ઈતિહાસ, બન્યા મહિલા ફાઈટર પાયલટ

Social Share

ભારતીય વાયુસેનાના ફ્લાઈટ લેફ્ટિનેન્ટ મોહનાસિંહ પહેલા એવા મહિલા ફાઈટર પાયલટ બન્યા છે, જે દિવસે હૉક એડવાન્સ જેટમાં મિશનને અંજામ આપવામાં કાબેલ છે. મોહનાસિંહને બે મહિલા ફાઈટર પાયલટ ભાવના કંઠ અને અવની ચતુર્વેદી સાથે જૂન – 2016ના રોજ ફાઈટર પાયલટ પ્રશિક્ષણ માટે યુદ્ધ શાખામાં પસંદ કરવામાં આવ્યા હતા.

આ પહેલા ફલાઈટ લેફ્ટિનેન્ટ ભાવના કંઠે યુદ્ધમિશનમાં સામેલ થવાની યોગ્યતા પ્રાપ્ત કરનારા પહેલા મહિલા ફાઈટર પાયલટ બનીને ઈતિહાસ રચ્યો હતો. વાયુસેનાના અધિકારીઓએ 22 મેના રોજ કહ્યુ હતુ કે ભાવના કંઠે દિવસે યુદ્ધવિમાન મિગ-21થી ઉડાણ ભરીને આ મિશનને પૂર્ણ કર્યું. વાયુસેનાના પ્રવક્તા ગ્રુપ કેપ્ટન અનુપમ બેનર્જીએ કહ્યુ હતુ કે ભાવના દિવસે યુદ્ધવિમાનમાં ઉડાણ ભરીને મિશનમાં કામિયાબ થનારી પહેલી મહિલા ફાઈટર પાયલટ બની છે.

ભાવના ભારતીય વાયુસેનાની પહેલી બેચના મહિલા ફાઈટર પાયલટ છે. તેમની સાથે બે અન્ય મહિલા પાયલટ અવની ચતુર્વેદી અને મોહના સિંહને 2016માં ફ્લાઈંગ ઓફિસર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. એક વર્ષના ઓછા સમયગાળામાં જ સરકારે પ્રાયોગિક ધોરણે મહિલા પાયલટ માટે યુદ્ધમિશનમાં સામેલ થવાનો માર્ગ ખોલવાનો નિર્ણય કર્યો હતો. બિહારની પુત્રી ભાવના હાલ બિકાનેર ખાતે નલ બેસ પર તેનાત છે.

Exit mobile version