Site icon hindi.revoi.in

RSS પ્રત્યે વિદેશી મીડિયાની ભ્રાંતિઓ દૂર કરશે સરસંઘચાલક મોહન ભાગવત

Social Share

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંદર્ભે વિદેશી મીડિયાની ભ્રાંતિઓને દૂર કરવાને લઈને આરએસએસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરએસએસના એક પદાધિકારી પ્રમાણે, આના સંદર્ભે સરસંઘચાલક મોહન ભાગવત કોઈપણ સમયે વિદેશી પત્રકારો સાથે બેઠક કરે તેવી શક્યતા છે.

ધ હિંદુના અહેવાલ પ્રમાણે, આરએસએસ ઝડપથી વિદેશી મીડિયા સુધી પહોંચ બનાવવામાં લાગેલું છે. આ કવાયતમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત આ બેઠક કરશે. પદાધિકારી પ્રમાણે, ભાગવત દ્વારા આ બેઠક આગામી 24 સપ્ટેમ્બરે યોજાય તેવી શક્યતા છે.

આના પહેલા સપ્ટેમ્બરમાં આરએસએસની એક વ્યાખ્યાન સંમેલનમાં વિદેશી પત્રકારો પહોંચ્યા ન હતા. જ્યારે ત્યાં ભારતીય પત્રકારો હાજર હતા. વિદેશી મીડિયા સાથે તે સમયે વાતચીતનો ઉદેશ્ય તેમને સંઘની સ્થિતિ અને વિવિધિ મુદ્દાઓ પર વૈચારીક વલણ સંદર્ભે જણાવવાનો હશે. વિદેશી મીડિયા જૂથો સાથે જોડાણનો ઉદેશ્ય તેમને આના સંદર્ભે જાણકારી આપવાનો પણ હશે કે આરએસસએસ કેવી રીતે વિકસિત થયું છે.

આ વિકાસ એવા સમયે થયો છે કે જ્યારે વિદેશી મીડિયાના આરએસએસ સાથે સંબંધિત પોતાના અહેવાલોમાં હંમેશા નકારાત્મક વલણ જ રહ્યુ છે. તાજેતરમાં ભાગવતે જુલાઈમાં ભારતમાં જર્મન રાજદૂત વાલ્ટર જે. લિંડનરની નાગપુરમાં આરએસએસના મુખ્યમથકમાં યજમાની કરી હતી.

Exit mobile version