Site icon hindi.revoi.in

રામ મંદિર ભૂમિ પૂજન માટે મહોમ્મદ શરીફ પણ આમંત્રિત, વાંચો કોણ છે આ મહાનુભાવ

Social Share

– આવતીકાલે રામ મંદિર ભૂમિ પૂજનનો કાર્યક્રમ
– ગણતરીના લોકોને મળ્યું આમંત્રણ
– અયોધ્યાના રહેવાસી મહોમ્મદ શરીફને પણ આમંત્રણ
– પદ્મ શ્રી પુરસ્કારથી છે સન્માનિત

સમગ્ર દેશના રામ ભક્તો જેની આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા હતા તે શુભ ઘડી હવે આવી ચૂકી છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અગાઉનો ભૂમિપૂજન નો કાર્યક્રમ આવતીકાલે એટલે કે 5 ઓગસ્ટના રોજ નિર્ધારિત કરેલ છે.

રામ મંદિરના ભૂમિ પૂજનના કાર્યક્રમમાં ગણતરીના લોકોને જ આમંત્રિત કરાયા છે, જો કે, આ યાદીમાં એક નામ એવું છે જે ચોક્કસ સૌને નવાઈ પમાડે એવું છે. આ વ્યક્તિ અયોધ્યાના જ રહેવાસી છે અને તેમનું નામ છે મહોમ્મદ શરીફ . તેમને આ જ વર્ષે મોદી સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા છે.

બિનવારસી મૃતદેહો નો કરે છે અંતિમ સંસ્કાર

મોહમ્મદ શરીફ મુસ્લિમ હોવા છતાં સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ દૃષ્ટાંત પૂરું પાડે છે તેઓ બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવાનું કામ કોઈપણ ધર્મ, સંપ્રદાય અને જાતિ જોયા વગર કરે છે.

આમંત્રિત થતા ખુશી વ્યક્ત કરી

અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિરના નિર્માણ પૂર્વના ભૂમિપૂજન ના કાર્યક્રમમાં આમંત્રિત થતાં તેઓએ ખુશી વ્યક્ત કરી હતી કે તેઓ આમંત્રણ મળ્યા બાદ અભિભૂત થયા છે કે આ કાર્યક્રમનો કેવો હશે તેથી તેઓ ખુશ છે.

હું જીવું છું ત્યાં સુધી આ અભિયાન ચાલું રાખીશ

શરીફ અત્યાર સુધીમાં 300 હિન્દુ અને 2500 મુસ્લિમ મૃતદેહોનો અંતિમસંસ્કાર કરી ચુક્યા છે.લોકોમાં શરીફ ચાચા તરીકે તેઓ જાણીતા છે.તેઓ કહે છે કે, જ્યાં સુધી જીવુ છું ત્યાં સુધી મારુ અભિયાન ચાલુ રાખીશ, આ સેવાથી મને શાંતિ મળે છે.મારા કામને મોદી સરકારે સન્માન આપ્યુ છે.

નોંધનીય છે કે, શરીફનો પોતાનો પુત્ર એક વખત સુલતાન પુર ગયો હતો.જ્યાં તેની કોઈએ હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હતો.બહુ શોધ્યા પછી પણ પુત્રની લાશ શરીફને મળી નહોતી.એ પછી શરીફે બીન વારસી મૃતદેહોનો સંપૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનુ અભિયાન શરુ કર્યુ હતુ. શરીફ કહે છે કે, મારા પુત્રની હત્યા થઈ તેની ખબર મને એક મહિના બાદ મળી હતી. એ પછી મેં અજાણ્યા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવાનુ શરુ કર્યુ હતુ.

સાહીન

Exit mobile version