Site icon hindi.revoi.in

કારગિલ યુદ્ધ લડનારા મોહમ્મદ સનાઉલ્લાહ જાહેર થયા વિદેશી, મોકલી દેવાયા ડિટેન્શન કેમ્પ

Social Share

બે દાયકા પહેલા કારગિલ યુદ્ધ લડનારા મોહમ્મદ સનાઉલ્લાને વિદેશી જાહેર કરવામાં આવ્યા છે. ત્યારબાદ તેમને ડિટેન્શન કેમ્પ મોકલી દેવામાં આવ્યા છે. હાલ 52 વર્ષીય મોહમ્મદ સનાઉલ્લાહ સરહદ પોલીસમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે. સનાઉલ્લાહને વિદેશીઓ માટે બનેલા ટ્રિબ્યુનલે વિદેશી જાહેર કર્યા છે.

આસામના કામરૂપ જિલ્લાના બોકો પોલીસસ્ટેશન વિસ્તારના ગામ કોલોહિકાશના નિવાસી મોહમ્મદ સનાઉલ્લાહને વિદેશી જાહેર કરી દેવામાં આવ્યા. કામરૂપ જિલ્લાના ઉપરી પોલીસ અધિકારી સંજીબ સૈકિયાએ જણાવ્યું કે 2008માં સનાઉલ્લાહનું નામ મતદાતાઓની યાદીમાં ‘ડી’ (શંકાસ્પદ) મતદાતા તરીકે નોંધવામાં આવ્યું હતું.

સંજીબ સૈકિયાએ જણાવ્યું કે ટ્રિબ્યુનલના ચુકાદા પછી પોલીસે નિર્ધારિત પ્રક્રિયાને અનુરૂપ કાર્યવાહી કરીને સનાઉલ્લાહને ગોલપાડાના ડિટેન્શન કેમ્પમાં મોકલી દીધા. કેમ્પ જતા પહેલા સનાઉલ્લાહે જણાવ્યું કે તેઓ ભારતીય નાગરિક છે અને તેમનો પરિવાર 1935થી જ આસામમાં રહે છે. તેમની પાસે નાગરિકત્વ સંબંધી તમામ કાગળો છે. તેઓ ટ્રિબ્યુનલના ચુકાદા વિરુદ્ધ ગુવાહાટી હાઇકોર્ટમાં અપીલ કરશે.

આસામ પોલીસમાં એએસઆઇ છે મોહમ્મદ સનાઉલ્લાહ

સનાઉલ્લાહે જણાવ્યું કે તેમણે સેનામાં સામેલ થઇને 30 વર્ષ (1987-2017) સુધી ઇલેક્ટ્રોનિક એન્ડ મિકેનિકલ એન્જિનિયર વિભાગમાં સેવાઓ આપી છે અને તેમને 2014માં રાષ્ટ્રપતિ તરફથી મેડલ પણ મળી ચૂક્યો છે. તેઓ પાછલા એક વર્ષથી સરહજ પોલીસમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત છે.

ખોટું વર્ષ જણાવવા માટે જાહેર થયા વિદેશી?

સેનામાં જૂનિયર કમિશન અધિકારીના પદથી સેવાનિવૃત્ત થયેલા મોહમ્મદ અજમલ હકે જણાવ્યું કે આસામમાં જન્મના 20 વર્ષ પછી 1987માં સનાઉલ્લાહ સેનામાં સામેલ થયા હતા. તેઓ 2017માં સેનામાંથી સેવાનિવૃત્ત થયા પછી સરહદ પોલીસમાં સામેલ થઈ ગયા. તેમણે (સનાઉલ્લાહે) એક સુનાવણીમાં ભૂલથી 1978માં સેનામાં સામેલ થવાનો ઉલ્લેખ કર્યો.

અજમલ હકના કહેવા પ્રમાણે, ‘આ ભૂલના આધારે ટ્રિબ્યુનલે તેમને વિદેશી જાહેર કર્યા છે. સુનાવણી દરમિયાન ટ્રિબ્યુનલે કહ્યું હતું કે કોઇપણ 11 વર્ષની ઉંમરકમાં સેનામાં સામેલ ન થઈ શકે.’ અજમલ હકને પણ ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ આપવામાં આવી હતી.

Exit mobile version