Site icon hindi.revoi.in

માત્ર 1600 રૂપિયામાં વૈષ્ણો દેવી પહોંચાડશે વંદે ભારત એક્સપ્રેસ, અમિત શાહે ટ્રેનને દેખાડી લીલીઝંડી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં મોદી સરકારે વૈષ્ણવ દેવીના ભક્તોને એક મોટી ભેંટ આપી છે,આ ભેંટ રુપે હવે રાજધાની દિલ્હીથી  કટરા જવું એકદમ સરળ બન્યું છે,ગુરુવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીથી કટરા જનારી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી,ત્યાર પછી પ્રધાન મંત્રઈ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને આ ટ્રેનને નવરાત્રીની ભેટ ગણાવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યું કે, “જમ્મુના લોકો માટે નવરાત્રીની વિશેષ ભેંટ,અતિઆધુનિક સુવિઘાઓ વાળી,ભારતમાં જ નિર્માણ પામેલી, ‘વંદે ભારત એક્સપ્રેસ’થી હવે ભક્તો માત્ર 8 કલાકમાં દિલ્હીથી કટરા પહોંચશે,જેનાથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસીઓએ પ્રોત્સાહન મળશે,તે સાથે શ્રધ્ધાળુંઓની યાત્રા પણ સરળ બનશે,જય માતા દી”.

 સાથે જ પ્રધાન મંત્રઈ નરેન્દ્ર મોદે આ ટ્રેનની વિશેષતો સાથે સાથે ટ્રેનના ભાડા વિશે પણ માહિતી આપી છે, પીએમ દ્રારા રજુ કરવામાં આવેલા કાર્ડમાં દિલ્હીથી કટરા માટે ઓછામાં આછુ ભાડુ 1630 રુપિયા છે ને વધુમાં વધુ ભાડુ 3014 રુપિયા જણાવામાં આવ્યું છે.

પ્રધાન મંત્રીએ જણાવી ‘વંદે માતરમ્’ ટ્રેનની વિશ્ષતાઓ

દેશની બીજી વંદે માતરમ એક્સપ્રેસ છે જેમાં જીપીએસની સુવિધા,સીસીટીવીની સુવિધા વાઈફાઈની સુવિધા,બાયો ટોયલેટની સુવિધા ઉપરાંત મેક ઈન ઈન્ડિયા હેઠળ સ્વદેશી નિર્માણ કરવામાં આવ્યું છે

દિલ્હીથી કટરા જનારી આ ટ્રેન અઠવાડીયામાં 6 દિવસ ચાલશે,

આ ટ્રેન દિલ્હીથી સવારે 6 વાગ્યે ઉપડશે તો બપોરે 2 વાગ્યે કટરા પહોંચાડશે

કટરાથી બપોરે 3 વોગ્યે પડશે તો રાત્રે 11 વાગ્યે દિલ્હી પહોંચાડશે

આ પહેલા આ યાત્રા માટે 12 કલાક જેટલો સમય લાગતો હતો

હવે માત્ર 8 કલાકમાં આ યાત્રા કરી શકાશે

યાત્રીઓના 4 કલાકનો સમય બચશે

આ ટ્રેનમાં 16 કોચ છે  જેમાં 14 ખુરશીના અને 2 એક્ઝિક્યુટિવ ક્લાસના છે

દરેક ખુરશી કોચમાં 78 ખુરશીઓ છે.

આ ટ્રેનમાં 1100 યાત્રીઓ મુસાફરીકરી શકે છે,

આ ટ્રેનનું બુકિંગ શરૂ કરવામાં આવી ગયું છે

5 ઓક્ટોબરથી આ ટ્રેન દરરોજ દિલ્હીથી કટરા અને કટરાથી નવી દિલ્હી સુધી દોડશે

ઓક્ટોબરથી સામાન્ય મુસાફરો તેમાં યાત્રા કરી શકશે.

Exit mobile version