Site icon hindi.revoi.in

SCO સમિટમાં પુતિન-જિનપિંગને મળશે પીએમ મોદી, ઈમરાન ખાન સાથે મુલાકાતની યોજના નથી

Social Share

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાઈ રહેલી શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનથી અલગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યુ છે કે એસસીઓ સમિટમાં પીએમ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે કોઈ વાટાઘાટ થશે નહીં. તેમણે કહ્યુ છે કે આ સ્થિતિમાં અમે બીજું કઈ કરી શકીએ નહીં.

પીએમ મોદીની બેઠકને લઈને વિદેશ મંત્રાલયના સચિવ-(પશ્ચિમ) ગીતેશ શર્માએ કહ્યુ છે કે કિર્ગિસ્તાનના બિશ્કેકમાં એસસીઓ શિખર સંમેલનના પ્રસંગે વડાપ્રધાન મોદી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તો પીએમ મોદી એસસીઓ સંમેલનમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે કોઈપણ મુલાકાત કરશે નહીં.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યુ છે કે એસસીઓ સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે કોઈ મુલાકાત આયોજીત કરવામાં આવી નથી. આ તબક્કે અમે બીજું કંઈ જોડી શકીએ તેમ નથી.

મહત્વપૂર્ણ છે કે 13 અને 14 જૂને કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં એસસીઓની શિખર બેઠક યોજાવાની છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ પહોંચશે. અટકળો એવી પણ હતી કે પીએમ મોદી અને ઈમરાનખાન વચ્ચે સંમેલનમાં બેઠક થવાની સંભાવના છે. પરંતુ હવે આ અટકળોને ફગાવી દેવામાં આવી છે. તેવામાં હાલ બંને દશો વચ્ચે કોઈપણ પ્રકારની વાતચીતની સંભાવના શિખર સંમેલન દરમિયાન નથી.

Exit mobile version