Site icon Revoi.in

અમેરીકાના હ્યૂસ્ટનમાં મોદી-મોદી ગૂંજશે, ‘હાઉડી’હશે મોટી સફળતા

Social Share

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગલા મહિને 27 સપ્ટેમ્બરના રોજ અમેરીકા જવા છે, પીએમ મોદી અહિ સંયૂક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેશે, આ પહેલા પીએમ મોદી હ્યૂસ્ટનના મોટા કાર્યક્રમ ‘હાઉડી મોદી’માં લોકોને સંબોધિત કરશે.

અમેરીકામાં હાઉડી મોદી સામૂહિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે,જેમાં આગલા મહિનામાં હ્યૂસ્ટનમાં યોજાનાર આ કાર્યક્રમનું સંબોધન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે,  યોજના મુજબ આ કોમ્યૂનિટી કાર્યક્રમ માટે 50 હજારથી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

‘હાઉડી’ એ ડૂંકમાં, તમે કેમ છો? સંબોધવા માટે બોલવામાં આવતો શબ્દ છે,સંયૂક્ત રાજ્ય અમેરીકાના દક્ષિણ-પશ્વિમમાં સામાન્ય રીતે આ શબ્દોનો પ્રયોગ દોસ્તીનું અભિવાદન કરવા માટે કરવામાં આવે છે,ત્યારે આ મેગા ઇવેન્ટ હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમનું આયોજન નફાકારક સંસ્થા ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્વારા કરવામાં આવ્યું છે.

અમેરિકામાં કોઈપણ ભારતીય વડા પ્રધાન માટે આ યોજના સૌથી મોટો કાર્યક્રમ હશે. અમેરિકામાં પોપ ફ્રાન્સિસ પછી જો કોઈ વિદેશી નેતાને સાંભળવા માટે આટલી મોટી લાઈવ ઓડીયન્શ  હશે તો તે મોદી છે .લોકો હજી પણ આ નિશુલ્ક ઇવેન્ટ માટે નોંધણી કરાવી રહ્યા છે. જો કે હવે જે લોકોએ નોંધણી કરાવી છે તેઓને વેઈટ લીસ્ટ મુકવામાં આવશે. તે જ સમયે, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ માટે નોંધણી કરવાની તક 29 ઓગસ્ટ સુધી છે.

આ કાર્યક્રમમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ભારતીય સમુદાય સહીત જારકીય અને સામુદાયિક નેતાઓને સંબાધિત કરશે, હ્યૂસ્ટન મેરીકાનું ચોથા નંબરનું સૌથા મોટૂ સીટી છે,જ્યા દોઢ લાખ જેટલી ભારતીય-અમેરીકીઓની જનસંખ્યા છે

આ સમ્મેલનની ટેગલાઇન  ‘સાજા સપને,ઉજ્જવલ ભવિષ્ય’ છે, જે ભારતીય અમેરિકનોના યોગદાનને પ્રકાશિત કરશે. જેમણે બંને દેશોના સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. યુએસ સીનેટર જ્હોન કોર્નીને કહ્યું હતું કે હું હજારો ભારતીય-અમેરિકનો વતી હ્યુસ્ટનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરું છું.

ઉલ્લેખનીય છે કે હ્યુસ્ટન વિશ્વની ઊર્જા રાજધાની છે. પ્રધાનમંત્રી માટે ઊર્જા સુરક્ષારુપી પ્રાથમિકતા છે. સીનેટ ઈન્ડિયાના સહ-અધ્યક્ષ કૉક્સે કહ્યું કે ભારત અમેરીકાનો મહત્વપૂર્ણ સુરક્ષા અને આર્થિક ભાગીદાર છે. તેમણે કહ્યું કે ટેક્સાસ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે તૈયાર છે.

આ પ્રોગ્રામ 1000 થી વધુ લોકોની ભાગીદારી સાથે સમુદાયની મજબૂત ભાગીદારી દર્શોવે છે. આ પ્રોગ્રામમાં 650 ભાગીદાર સંસ્થાઓ છે. તેમણે કહ્યું કે આ ઘટના ભારત અને હ્યુસ્ટન વચ્ચે વધતા વેપારને પણ પ્રકાશિત કરશે. 2019 માં, બ્રાઝિલ, ચીન અને મેક્સિકો પછી ભારત હ્યુસ્ટનનો ચોથો સૌથી મોટો વેપારીક ભાગીદાર છે. 2009 થી 2018 સુધીમાં  હ્યુસ્ટન અને ભારત વચ્ચે સરેરાશ વેપાર 4..8 ડોલરનો રહ્યો છે.

આ કાર્યક્રમના માધ્યમથી ભારતીય દર્શકોને અમેરીકા ભારતને લઈને પીએમ મોદીના દ્રષ્ટીકોણને સાંભળવા મળશે,આ કાર્યક્રમને ઓનલાઈન લાઈવ ટેલીવિઝન પર ટેલીકાસ્ટ કરવામાં આવશે જેમાં 1 મિલિયન લોકો આ પ્રોગ્રામ સાથે જોડાશે.

આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પમ કરવામાં આવશે જેમાં હ્યૂસટન અને ટેક્સાસના કલાકારો શામેલ થશે,જો કે  સાંસકૃતિક કાર્યક્રમમાં ભારતના કોઈ પણ કલાકારનો સમાવેશ કરવામાં નહી આવે.

વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીનું અમેરિકામાં આ ત્રીજુ મોટુ સંબાધન હશે,2014 માં,ન્યુયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડન અને 2016 માં સિલિકોન વેલીમાં પીએમ મોદી માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બંને કાર્યક્રમોમાં 20,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.