Site icon hindi.revoi.in

પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ પર ભારતે વ્યક્ત કર્યો વાંધો

Social Share

નવી દિલ્હી:  ભારતે પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણની શરમજનક ઘટનાઓને લઈને પાકિસ્તાનની સમક્ષ પોતાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. ભારતે આના સંદર્ભે પાકિસ્તાનના લઘુમતી સમુદાયની સુરક્ષા માટે પગલા ઉઠાવવા માટે જણાવ્યું છે.

વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભા સદસ્ય રાજકુમર ધૂતના એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આના સંદર્ભે જાણકારી આપી હતી. તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે શું સરકારને પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ સંબંધિત માહિતીઓની જાણકારી છે.

પ્રધાને કહ્યુ છે કે સરકારને વખતોવખત પાકિસ્તાનમાં રહેતા લઘુમતી સમુદાયના સદસ્યોની સમક્ષ આવી રહેલી સમસ્યાઓના રિપોર્ટ મળતા રહે છે. તેમાં પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના અપહરણ અને તેમના બળજબરીથી ધર્માંતરણ જેવી સમસ્યાઓ પણ સામેલ છે.

પ્રધાને કહ્યુ છે કે આ વર્ષની શરૂઆતમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેતી બે સગીર હિંદુ બહેનો અને બે હિંદુ યુવતીઓના અપહરણ કરવાની અને તેમને બળજબરીથી ઈસ્લામ અંગિકાર કરાવવાની ઘટના સંદર્ભે અહેવાલો સામે આવ્યા છે. આવા અન્ય ઘણાં મામલા છે, તેના સંદર્ભે સ્થાનિક અખબારો અથવા મીડિયામાં કોઈપણ પ્રકારનો કોઈ અહેવાલ પ્રકાશિત થયો નથી.

પ્રધાને કહ્યુ હતુ કે સરકારે અપહરણ અને બળજબરીથી ધર્માંતરણ કરાવવા સંદર્ભે આ શરમજનક ઘટનાઓના સંબંધમાં પોતાની ગંભીર ચિંતાઓ પાકિસ્તાનની સાથે શેયર કરી છે અને પાકિસ્તની પક્ષને કહેવામાં આવ્યું છે કે તે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે. તે પોતાના નાગરિકો, ખાસ કરીને લઘુમતી સમુદાયોની સુરક્ષા, સંરક્ષણ, તેમના કલ્યાણની સુરક્ષા કરવી અને તેમને પ્રોત્સાહિત કરવા સંબંધિત પોતાના બંધારણીય દાયિત્વોને પૂર્ણ કરે.

મહત્વપૂર્ણ છે કે લઘુમતી અને માનવાધિકારના મામલામાં પાકિસ્તાનનો ટ્રેક રેકોર્ડ બેહદ ખરાબ છે. પાકિસ્તાનમાં બળજબરીથી ધર્માંતરણનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં પણ ઉઠાવામાં આવ્યો છે.

Exit mobile version