Site icon hindi.revoi.in

કાશ્મીર માટે મોદી સરકારનું મિશન,’Apple 8000 કરોડ’ ની આવી રહી છે યોજના

Social Share

જમ્મુ કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ થયાને એક મહીના ઉપરનો સમય વીતી ચૂક્યો છે,કેન્દ્ર સરકાર તરફથી કાશ્મીરને અનેક રીતે છૂટછાટ આપવામાં આવી રહી છે સાથે સાથે હવે વિકાસનો નવા માર્ગો પણ ખોલવામાં આવી રહ્યા છે.

કાશ્મીરના સફરજનની વિશ્વભરમાં ખૂબ માંગ છે,ત્યારે હવે સરકાર સફરજનની ખેતી કરનારા ખેડૂતોને સીધો ફાયદો કરાવવા જઈ રહી છે,આ યોજના હેઠળ 12 લાખ મેટ્રીક ટન સફરજ  સરકાર દ્વારા સીધા ખેડૂતો પાસેથી લેવામાં આવશે ત્યાર બાદ તેનું આગળ વેચાંણ કરવામાં આવશે અને તેની કિંમત સીધે સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાશે.

સામવારના રોજ ચીફ સેક્રેટરી બીવીઆર સુબ્રમણ્યમે કાશ્મીર ડિવિઝનના નાયબ કમિશ્નર સહીત કેટલાક મોટા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં કેન્દ્ર સરકાર મારફત ચલાવવામાં આવી રહેલી સ્પેશિયલ માર્કેટ આન્ટરવેંશન પ્રાઈઝ સ્કીમને લાગુ કરવાની વાત રજુ કરવામાં આવી હતી.

આ યોજનાનો સીધો લાબ ખેડૂતોને મળશે,તેમની ઉપજ વધશે, અને સફરજનને સપ્લાય પમ કરવામાં આવશે,કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનાથી  ખેડૂતોની વકમાં 2 હજાર કરોડ રુપિયાનો વધારો થશે.શરુઆતમાં ખેડૂતો પાસેથી 1લી સપ્ટેમ્બર 2019થી લઈને 1 માર્ચ 2020 સુધી સફરજન ખરીદવામાં આવશે,આ 6 મહીના માટે અંદાજે 8 હજાર કરોડ રુપિયાનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે,કેન્દ્રના કૃષિ મંત્રાલય અને NAFED હેઠળ શરુ થયેલી આ યોજના હેઠળ ખીણ વિસ્તારોના ખેડૂતોને પ્રોત્સાહન કરવાનું છે.

કેન્દ્રના માટે શરુ કરવામાં આવેલી આ યોજના હેઠળ બારમૂલા,શ્રીનગર,શોપિયા અને અનંતનાગની મંડળીઓ પાસેથી સફરજનની ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને ફાયદો પહોંચાડવામાં આવશે તે ઉપરાંત સરકાર તરફથી સફરજનની એ,બી અને સી બ્રાંડ નક્કી કરીને તેનો ભાવ નક્કી કરવામાં આવશે.

આ યોજના હેઠળ કઈ કઈ સુવિધા ઉપલબ્ધ થશે

-કેન્દ્ર સરકાર આ સિઝનમાં સફરજનની ખરીદી વધારવા માટે યોજના લાગુ કરી રહી છે

-સરકારી એજન્સીઓ સાથે મળીને NAFED આ યોજનાની પ્રક્રીયાને 15 ડીસેમ્બર.2019 સુધી પુર્ણ કરવામાં આવશે

-આ યોજના મુજબ ખડૂતો પાસેથી અથવા મંડળી પાસેથી સફરજનની ખરીદી કરવામાં આવશે

-રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને બેંકના ખાતાની જાણકારી આપવામાં આવશે,જેમાં સફરજનની કિંમતને તેમના ખાતામાં પહોચાડવામાં આવશે

-સફરજનને અલગ અલગ કેટેગરીમાં વહેચવામાં આવશે,જેમાં એ,બી અને સીમાં વહેચવામાં વશે, શરૂઆતમાં શોપિયા,સોપોર અને શ્રીનગરની મંડળીઓમાંથી સફરજનની ખરીદી કરશે

-કેટેગરીના પ્રમાણે સફરજનની કિંમત નક્કી કરવામાં આવશે

-ક્વોલિટી કમેટી સફરજનને અલગ અલગ શ્રેણીમાં વહેચવાનું કામ કરશે

Exit mobile version