Site icon hindi.revoi.in

સરકારી કંપનીઓની મિલ્કતો વેચવાની તૈયારી, ડિસઈન્વેસ્ટમેન્ટ માટે સરકારે 29 કંપનીઓની બનાવી યાદી

Social Share

નવી દિલ્હી: મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં ડિસઈન્વેસ્ટમેન્ટની ગતિને ઝડપી બનાવવા ચાહે છે. તેના માટે સરકારે રણનીતિક ડિસઈન્વેસ્ટમેન્ટ અને સરકારી જમીનોના વેચાણ દ્વારા એક લાખ કરોડ રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

તેના માટે સરકારે 29 કંપનીઓની યાદી તૈયારી કરી છે. આ કંપનીઓની ભાગીદારીને પ્રાઈવેટ કંપનીઓને વેચી નાણાં એકઠા કરાવવામાં આવશે.

સરકાર આ પ્રક્રિયાને ઝડપથી આખરી ઓપ આપશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ પબ્લિક એસેટ્સ મેનેજમેન્ટના સચિવ અતનુ ચક્રવર્તીએ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યુ છે કે સરકાર રણનીતિક વેચાણની સાથે જ આગામી સપ્તાહે વેચાણ માટે ત્રણ નવા પ્રસ્તાવ રજૂ કરે તેવી શક્યતા છે. ચક્રવર્તીએ કહ્યુ છે કે બજેટમાં એવા ઘણાં ઉપાયોની વાત કહેવામાં આવી છે. તેમા લિસ્ટેડ કંપનીઓમાં જનતાની હિસ્સેદારીને વધારવી સામેલ છે. તેનાથી ઈક્વિટી માર્કેટથી નાણાં એકઠા કરવામાં મદદ મળશે.

તેમણે કહ્યુ છેકે રણનીતિક રોકાણ હેઠળ અમે તબક્કાવાર આગળ વધીશું. એર ઈન્ડિયાના વેચાણની ઘોષણા પહેલા જ થઈ ચુકી છે, પરંતુ તે માત્ર એક કેસ છે. આગામી સપ્તાહે આ પ્રકારના ત્રણ વેચાણ સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. તેના માટે એક એસી કન્વેયર બેલ્ટ હશે, જ્યાં પ્રોડક્ટને રાખવામાં આવશે. ચક્રવર્તીએ કહ્યુ છે કે સરકાર કેટલીક જમીનોના વેચાણનો પ્રસ્તાવ રજૂ કરી બજારની પ્રતિક્રિયા જોશે. તેના પછી આ પ્રક્રિયાને તેજ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે સામાન્ય બજેટ 2019માં 1.05 લાખ કરોડ રૂપિયા ડિસઈન્વેસ્ટમેન્ટથી એકઠા કરવાનું લક્ષ્ય રાખ્યું છે. વચગાળાના બજેટમાં ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 90 હજાર રૂપિયા એકઠા કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. તે પ્રકારે સરકારે પોતાના પૂર્વ નિર્ધારીત લક્ષ્યમાં વધારો કર્યો છે. સંસાધનોને વધારવા માટે સરકાર વિભિન્ન જાહેર ઉપક્રમોમાં પોતાની હિસ્સેદારી વેચવા, રણનીતિક વેચાણની સાથે જમીનોને વેચવા પર પણ મુખ્યત્વે ભાર મૂકશે.

સરકારે 2019-20ના પહેલા બે માસમાં 2357.10 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. તો 2018-19માં સરકારે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 84972.16 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. જો કે 2018-19માં 80 હજાર કરોડ રૂપિયાનું લક્ષ્ય નિર્ધારીત કરવામાં આવ્યું હતું. ચક્રવર્તીએ કહ્યુ છે કે સરકારે બજારમાંથી ઈક્વિટી ફ્લો વધારવા માટે ઘણાં ઉપાયોની ઘોષણા કર છે. ઉદાહરણ માટે કંપનીઓમાં જનતાની ભાગીદારીને 25થી વધારીને 35 ટકા કરવાથી લાંબાગાળે વધારે નાણાં એકઠા કરી શકાશે.

Exit mobile version