સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન દેશભરમાં ભ્રષ્ટાચાર સહીતના અન્ય મામલાઓની તપાસ કરે છે. જો કે ભ્રષ્ટાચારનો કાદવ ઉલેચતી વખતે કેટલાક તેમા ફસાઈ જતા હોય છે અથવા તેમને ફસાવવામાં આવે છે. ભ્રષ્ટાચારના આરોપોમાં સંડોવાયેલા સીબીઆઈના અધિકારીઓ વિરુદ્ધ 19 નિયમિત મામલા નોંધવામાં આવ્યા છે.
આના સંદર્ભેની જાણકારી બુધવારે કેન્દ્રની મોદી સરકારે લોકસભામાં આપી છે. આ તમામ મામલા ગત ત્રણ વર્ષોમાં નોંધવામાં આવ્યા છે.