Site icon hindi.revoi.in

લોકસભામાં મોદી સરકારે એક કલાકમાં રજૂ કર્યા 8 બિલ, NIA ખરડા પર ઉઠયા સવાલ

Social Share

લોકસભામાં પ્રશ્નકાળ સમાપ્ત થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ સરકારને એ ખરડા રજૂ કરવાની મંજૂરી આપી કે જે ધારાકીય કામકાજ માટે યાદીબદ્ધ હતા. આ બિલોમાં ડીએનએ તકનીકી ઉપયોગ અને અનુપ્રયોગ વિનિયમન વિધેયક-2019, ગેરકાયદેસર ગતિવિધિઓ રોકથામ સંશોધન વિધેયક 2019, રાષ્ટ્રીય તપાસ એજન્સી સંશોધન વિધેયક 2019 સામેલ છે. એનઆઈએ સાથે જોડાયેલુંબિલ ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ રજૂ કર્યું હતું. ત્યારે અમિત શાહ ગૃહમાં હાજર રહ્યા હતા.

આ સિવાય માનવ અધિકારનું સંરક્ષણ સંશોધન બિલ, ઉપભોક્તા સંરક્ષણ વિધેયક -2019, ધ પબ્લિક પ્રીમીઝ અનાધિકૃત વ્યવસાયોનું પ્રમાણ સંશોધન વિધેયક 2019, જલિયાંવાલા બાગ રાષ્ટ્રીય સ્મારક સંશોધન વિધેયક 2019 અને કેન્દ્રીય યુનિવર્સિટી સંશોધન વિધેયક 2019ને પણ લોકસભામા રજૂ કરવામાં આવ્યું હતું. તેમાંથી કેટલાક બિલો પર વિપક્ષી સાંસદોએ પોતાના વાંધા પણ વ્યક્ત કર્યા હતા.

એનઆઈએ બિલને રજૂ કરતી વખતે લોકસભામાં કોંગ્રેસના સાંસદ શશી થરુરે કહ્યુ હતુ કે આનાથી અદાલતો પર બોજો વધશે. પહેલેથી જ કેસો પેન્ડિંગ છે. તેમણે કહ્યુ હતુ કે આ બિલમાં એનઆઈએની મૂળભૂત મુશ્કેલીઓને દૂર કરવા માટે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી અને તપાસ એજન્સીને રાજકીય હસ્તક્ષેપથી દૂર કરવાની પણ જરૂરત છે. ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ આના જવાબમાં કહ્યુ હતુ કે સરકારનો ઉદેશ્ય એનઆઈએ એક્ટને મજબૂત કરવાનો છે અને તેના પર જ્યારે ચર્ચા થશે તો સરકાર વિપક્ષના તમામ સવાલોના જવાબ આપવા માટે તૈયાર છે.

કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન તરફથી રજૂ કરવામાં આવેલા ડીએનએ ટેક્નોલોજી સાથે જોડાયેલા બિલનો વિરોધ કરતા કોંગ્રેસના સાંસદ અધીરરંજન ચૌધરીએ કહ્યુ હતુ કે આ બિલ દ્વારા સરકાર લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ કરી રહી છે. કોંગ્રેસના જ શશી થરુરે બિલના વિરોધમાં કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટે ખાનગીપણાના અધિકાર સાથે જોડાયેલા એક નિર્ણયમાં ડેટા સુરક્ષાનો કાયદો લાવવા માટે કહ્યુ છે અને ડીએનએ પણ એક પ્રકારે ડેટા છે. તેની સુરક્ષા ઘણી મહત્વની છે.

Exit mobile version