Site icon hindi.revoi.in

GSTથી માલામાલ મોદી સરકાર, ખજાનામાં આવ્યા 5.18 લાખ કરોડ રૂપિયા

Social Share

મોદી સરકારના ગત એક વર્ષના કાર્યકાળમાં જીએસટી સંગ્રહમાં જબરદસ્ત વધારો થયો છે. નાણાંકીય વર્ષ 2018-19માં જીએસટીનો સંગ્રહ વધીને 5.18 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે. નાણાંકીય વર્ષ 2017-18ના 2.91 લાખ કરોડ રૂપિયાના મુકાબલે ઘણો વધારે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં આ જાણકારી આપી છે.

લોકસભામાં એક લેખિત સવાલના જવાબમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે નાણાંકીય વર્ષ 2018-19 દરમિયાન રાજ્યોને જીએસટીના નુકસાન માટે 81177 કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. જ્યારે તેના પહેલાના નાણાંકીય વર્ષમાં રાજ્યોને માત્ર 48178 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું હતું.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું છે કે ઉચ્ચાધિકારવાળી જીએસટી પરિષદે દેશમાં કર અનુપાલનમાં સુધારમા માટે ઘણાં પ્રયાસો કર્યા છે. તેમણે ક્હ્યું છે કે ગત કેટલાક સમયથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના જીએસટી સંગ્રહમાં સતત સુધારો થઈ રહ્યો છે.

તેમણે કહ્યુ છે કે બિઝનસ પ્રક્રિયાને મોટા પ્રમાણમાં ઓટોમેશન, ઈ-વે બિલ પ્રણાલી, અનુપાલનની તપાસ માટે લક્ષિત કાર્યવાહી, જોખમ પ્રબંધનના આધાર પર પ્રવર્તન અને ઈલેક્ટ્રોનિક ઈનવોઈસ સિસ્ટમ જેવા પગલાથી જીએસટીના મહેસૂલ સંગ્રહમાં સુધારો થયો છે.

મહત્વપૂર્ણ છે કે જીએસટી સંગ્રહમાં આ વર્ષે જૂનમાં ઘટાડો જોવા મળ્યો છે. જીએસટી સંગ્રહની દ્રષ્ટિથી નવા નાણાંકીય વર્ષ 2019-20ની સારી શરૂઆત બાદ જૂનમાં આંચકો લાગ્યો છે. જૂન-2019માં જીએસટી સંગ્રહ ઘટીને 99939 કરોડ રૂપિયા રહી ગયો છે. આ પહેલા એપ્રિલ-2019માં તે 1.13 લાખ કરોડ અને મે-2019માં 1.02 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. જૂનમાં પહેલીવાર જીએસટી સંગ્રહ એક લાખ કરોડ રૂપિયાના આંકડાથી નીચે આવ્યો હતો.

જૂન-2019માં કુલ 99939 કરોડ રૂપિયા જીએસટી મહેસૂલ એકત્રિત કરવામાં આવ્યું, જમાં સીજીએસટી 18366 કરોડ રૂપિયા એસજીએસટી 25343 કરોડ રૂપિયા, આઈજીએસટી 47772 કરોડ (આયાત પર સંગ્રહિત 21980 કરોડ રૂપિયા સહીત) અને ઉપકર 8457 કરોડ રૂપિયા (આયાત પર સંગ્રહિત 876 કરોડ રૂપિયા સહીત) રહ્યો હતો.

જીએસટીને 1 જુલાઈ-2017ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો અને 17 સ્થાનિક કરોનો તેમા વિલય કરવામાં આવ્યો હતો. મોદી સરકારની બીજી ટર્મમાં જીએસટી કાઉન્સિલની પહેલી બેઠક ગત મહીને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

Exit mobile version