નવી દિલ્હી: મોદી સરકારમાં પ્રધાન ગિરિરાજ સિંહે કોંગ્રેસ અને પાકિસ્તાન પર કલમ-370 અને કાશ્મીરના મામલે નિશાન સાધ્યું છે.
ગિરિરાજ સિંહે કહ્યુ છે કે કોંગ્રેસીઓની ભાષા સાંભળીને સમજવું મુશ્કેલ થઈ જાય છે કે કોંગ્રેસી પાકિસ્તાનની શહ પર બોલી રહ્યા છે અથવા પાકિસ્તાન કોંગ્રેસીની શહ પર.
ગિરિરાજ સિંહે કહ્યુ છે કે પાકિસ્તાન અને કોંગ્રેસના મનસૂબા ક્યારેય કામિયાબ થવાના નાથી. બાલાકોટ ભૂલો નહીં. કલમ-370 હટવાથી કાશ્મીરના સ્વિટ્ઝરલેન્ડની જેમ વિકસિત અને સુંદર રાજ્ય બનવાની સંપૂર્ણ સંભાવના છે.