Site icon hindi.revoi.in

‘કર્મયોગી યોજના’ પર મોદી કેબિનેટની મહોર- જમ્મુ-કાશ્મમીર માટે રાજભાષા બિલ પાસ

Social Share

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લીધેલા નિર્ણય અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું ,કે સરકાર તરફથી જમ્મુ-કાશ્મીર માટે રાજકીય ભાષા બિલ લાવવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, સરકારી અધિકારીઓની કાર્યક્ષમતાને વધારવા માટે કર્મયોગી યોજનાને મંજૂરી આપવામાં આવી ચૂકી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, લિતેલા અઠવાડિયે સરકારી નોકરીઓમાં ભરતી માટે જુદા જુદા ટેસ્ટની પ્રક્રિયાને દૂર કરવા અને તે માટે એક જ ટેસ્ટ લેવાની વાત થઈ હતી. આજે કેબિનેટે કર્મયોગી યોજનાને મંજૂરી આપી દીધી છે, જે સરકારી અધિકારીઓનું કામ ઉત્તમ કરવાનું કામ કરશે. જે અધિકારીઓની ક્ષમતા વધારવા માટેની સરકારની આ સૌથી મોટી યોજના છે.
જાવડેકરે કહ્યું કે, કેન્દ્રીય મંત્રીમંડળે સંસદમાં જમ્મુ-કાશ્મીર રાજભાષા બિલ 2020 રજૂ કરવાની મંજૂરી આપી દીધી છે, જેમાં 5 ભાષાઓ ઉર્દુ, કાશ્મીરી, ડોગરી, હિન્દી અને અંગ્રેજીની સત્તાવાર ભાષાઓ હશે. આ નિર્ણય જાહેર માંગના આધારે નક્કી કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, કર્મયોગી યોજના હેઠળ સિવિલ સર્વિસના લોકો માટે નવી તકનીક અને તેમની ક્ષમતા પર ધ્યાન આપવાના પ્રયત્નો કરવામાં આવશે. જેના માટે વ્યક્તિગત સ્તરથી લઈને સંસ્થાકીય કક્ષા સુધીના વિકાસ પર ભાર મૂકવામાં આવશે.

તેમણે કહ્યું કે ડીઓપીટીના સચિવ એ જણાવ્યું હતું કે, આ માટે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં એચઆર કાઉન્સિલની રચના કરવામાં આવશે, જેનું કાર્ય સમગ્ર મિશન હેઠળની નિમણૂક અંગે નિર્ણય લેવાનું હશે.આ સાથે જ આ યોજના માટે મોટા પાયે ઓનલાઇન પ્લેટફોર્મ બનાવવામાં આવશે, મંત્રીમંડળે ત્રણ એમઓયુઓને મંજૂરી આપી છે. એક કાપડ મંત્રાલય અને જાપાન વચ્ચેની ગુણવત્તા આકારણી પદ્ધતિ માટે, બીજી ખનન મંત્રાલય અને ફિનલેન્ડ મંત્રાલયની વચ્ચે અને ત્રીજી ઉર્જા અને ડેનમાર્ક મંત્રાલયની વચ્ચે છે

કેન્દ્રીય પ્રધાન મંત્રી જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ડોગરી, હિન્દી અને કાશ્મીરીને સત્તાવાર ભાષાઓ તરીકે સમાવેશ કરવો માત્ર લાંબા સમયથી પડતર જાહેર માંગને ધ્યાનમાં રાખીને જ પુરી કરી છે, એવું નથી પરંતુ 5 ઓગસ્ટ 2019 પછી સમાનતાની ભાવનાને ધ્યાનમાં રાખીને પણ  આ નિર્ણય લેવાયો છે.

સાહીન-

Exit mobile version