આજ રોજ મોદી કેબિનેટની યોજાનારી આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવશે,આ બેઠક વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી યોજાય રહી છે, મળતી માહિતી મુજબ આજ રોજ ખેડૂતો માટે રાહતના સમાચાર મળી શકે છે,એફઆરપીમાં 10 રુપિયાનો વધારો કરવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આથી વિશેષ કે,મોદી કેબિનેટની આજે મહત્વની બેઠકમાં જયપુર, ગુહાવટી અને તિરુવંનતપુરમ એરપોર્ટને પીપીપી મોડલની જેમ લીઝ પર આપવામાં આવી શકે છે.ગૌણ પોસ્ટ સીઈટી એટલે કે કોમન એલિજિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટનું આયોજન કરવા માટે રાષ્ટ્રીય ભરતી એજન્સી બનાવામાં આવી શકે છે.
આ ઉપરાંત આ બેઠકમાં સિવિલિ સેવકોની ક્ષમતા નિર્માણ અને તાલીમ આપવાના મિશનની જાહેરાત અર્થાત સિવિલ સર્વિસ ક્ષમતા નિર્માણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમનુ એલાન પણ કરવામાં આવી શકે છે.
સાહીન-